Abtak Media Google News

વાયા મુંબઈ-દિલ્હી અમદાવાદ-બરોડા રૂટની એકસપ્રેસ ટ્રેનોની ગતિ ૧૬૦ કીમી પ્રતિ કલાકથી વધારી ૨૦૦ કિમી પ્રતિ કલાક કરાશે

સમયની ખાસ્સી બચત થશે

અમદાવાદથી દિલ્હી રેલ માર્ગે માત્ર ૮ કલાકમાં પહોચી શકશે અત્યારે મુંબઈ થી દિલ્હી વાયા અમદાવાદ ૧૬ કલાક થાય છે. તે ઘટીને ૧૨ કલાક થઈ જશે.

તાજેતરમાં જારી કરાયેલા બજેટમાં જાહેર થયેલી જોગવાઈ મુજબ મુંબઈ-બરોડા, અમદાવાદ-દિલ્હી રૂટની ટ્રેનોની ગતિ પ્રતિ કલાક ૧૬૦ કીમીથી વધારી ૨૦૦ કીમી પ્રતિ કલાક કરાશે જેથી સમયની બચત થશે.

૨૦૦ કીમી પ્રતિ કલાકની ગતિએ ટ્રેન દોડે તો ૧૪૫૦ કિમીનું અંતર માત્ર ૧૨ કલાકમાં કાપી શકાય.

શતાબ્દી એકસપ્રેસ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડે છે. તેમાં ૨૦૦ કીમી પ્રતિકલાકની સ્પીડથી ટ્રેન દોડશે. એટલે ૨ કલાક જેવા સમયની બચત થશે એજ રીતે અમદાવાદ અને દિલ્હીનું અંતર માત્ર ને માત્ર ૮ કલાકમાં કાપી શકાશે. અમદાવાદ-મુંબઈ રૂટ ડબલ ટ્રેક પર ચાલે છે. દિલ્હી અને અમદાવાદ રૂટને પણ ડબલ ટ્રેક કરવાનું કામ ગતિશીલ છે.

રૂટને ડબલ ટ્રેક કરવાની યોજનામાં મહેસાણા અને પાલનપૂર તેમજ રાજકોટ અને કાનપૂર પણ સામેલ છે. આ પ્રોજેકટ પાછળ ૧૫૪૦ કરોડ રૂપીયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

જેમાં ૧૨ ઓવરબ્રીજ, અને ૮ અંડરબ્રીજનું કામ પણ સામેલ છે. આ સિવાય નડિયાદક ઉદેપૂર રૂટ શરૂ કરવા પણ રેલવેની વિચારણા છે.

રેલવેએ રાજકોટ જેતલસર-વેરાવળ- સોમનાથ રૂટને ઈલેકિટ્રફિકેશન પ્રોજેકટ હેઠળ આવરી લીધો છે. રાજયમાં ૧૪ પ્રોજેકટ ઈલેકિટ્રફિકેશનને લગતા વિચારાધીન છે.તેની પાછળ ૧૯૦૨ કરોડ રૂપીયાનું બજેટ ફાળવાયું છે. કુલ ૨૧૪૫ કીમી રેલલાઈનને આવરી લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.