Abtak Media Google News

અમદાવાદના વડોદરા એકસ્પ્રેસ ટોલ પ્લાઝા પાસે ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન

અમદાવાદના વડોદરા એકસ્પ્રેસ ટોલ પ્લાઝા પાસેથી ૧૨ સપ્ટેમ્બરે ક્રાઈમ બ્રાંચે મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. એમડી ડ્રગ્સ સાથે મુંબઈથી કારમાં આવતા રસ્તામાં કોઈ પોલીસને જોઈ રોકે નહીં તે માટે ફિરોઝ નામના એએસઆઈને સાથે રખાતો હતો.

Advertisement

કારમાં એમડી ડ્રગ્સ સાથે દાણીલીમડાનો એએસઆઈ ફિરોઝખાન, મહંમદ આરીફ ઉર્ફે મુન્નો કાજી અને ઈમરાન પઢિયાર હતા. સીટીએમ પાસે એક્સપ્રેસ હાઈવેના નાકે ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી ઝડપ્યા, એક આરોપીએ જન વિકલ્પ પાર્ટીમાંથી ચૂંટણી ફોર્મ ભર્યું હતું. એએસઆઈ ફિરોઝ સહિત ૩ લોકો મુંબઈમાં વીટી સ્ટેશન રોડની હોટેલમાંથી ડ્રગ્સ લાવ્યા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૧ કિલો મેફેડ્રોન (એમડી ) ડ્રગ્સનું ક્ધસાઇન્મેન્ટ પકડી પાડ્યું છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ફિરોઝખાન નાગોરી ખાખીની આડમાં ડ્રગ્સનો કારોબાર કરતો હતો. ફિરોઝ ખાન તેના ૨ સાગરિત સાથે મુંબઈમાં સહેજાદ હુસેન અને ઈમરાન પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. સહેજાદ હુસેને શંકરસિંહ વાઘેલાની જન વિકલ્પ પાર્ટીમાંથી ખાડિયા-જમાલપુરની સીટ પરથી ફોર્મ ભર્યું હતું. જ્યારે એક વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાંચે સહેજાદખાન અને ઈમરાનની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

એમડી ડ્રગ્સનું ક્ધસાઇન્મેન્ટ મુંબઈથી એક કારમાં એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદ આવી રહ્યું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે સીટીએમ પાસે એક્સપ્રેસ હાઈવેના નાકે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન ત્યાં આવી પહોંચેલી અલ્ટો કારને રોકી હતી. કારમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનનો એએસઆઈ ફિરોઝખાન નાગોરી, મહંમદ આરીફ ઉર્ફે મુન્નો કાજી અને ઈમરાન ઈબ્રાહીમભાઇ પઢિયાર હતા. કારમાં તપાસ કરતાં સીટ નીચેથી ૯૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ (રૂ.૯૯.૫૦ લાખ)નું મળી આવ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ડ્રગ્સ મુંબઈના વીટી સ્ટેશન રોડ પરની સન હોટેલમાંથી સહેજાદ હુસેન તેજાબવાલા અને ઈમરાન અજમેરી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ફિરોઝ ખાન ૧૯૮૧ બેંચનો પોલીસ કોન્સ્ટેબલ છે. તે અગાઉ નવરંગપુરા, ખાડીયા, ગાયકવાડ હવેલી સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકયો છે. આથી તે કેટલાક સમયથી ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલ છે અને આ અગાઉ કેટલીક વાર ક્ધસાઈમેટ લેવા મુંબઈ ગયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફિરોઝ સહિતના પાંચેય આરોપીઓના લોકલ કનેકશનની તપાસ કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.