Abtak Media Google News

રૂફટોપ પાવર જનરેશન સ્કીમ, ઈ-રીક્ષા સબસીડી સ્કીમ અને પર્યાવરણ પાછળ રિસર્ચ સહિતના મુદ્દે નીરસતા જોવા મળી

વર્ષ ૨૦૦૯માં કલાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઉભો કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય હતું. પરંતુ આ નિર્ણયને એક દશકા બાદ કલાઈમેટ ચેન્જ માટે કામગીરી કરવામાં ઉદાસીનતા જોવા મળી હોવાનું ફલીત થાય છે. વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં કલાઈમેટ ચેન્જ મુદ્દે રૂ.૧૦૪૮.૨૬ કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી હતી.  પરંતુ એપ્રિલથી ડિસેમ્બર સુધીના ત્રણ કવાર્ટરમાં માત્ર રૂ.૪૦.૨૩ કરોડ જ કલાઈમેટ ચેન્જ રોકવા વપરાયા છે જે આ બજેટની માત્ર ૪.૭૯ ટકા રકમ જ છે.

Advertisement

કલાઈમેટ ચેન્જની માઠી અસર થઈ શકે તેવા ભારતના ટોચના રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. છતાં પણ હજુ સુધી બજેટમાંથી કામ કરવા પાછળ યોગ્ય રકમ ખર્ચાઈ નથી. ગુજરાત સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. બીજી તરફ હવામાનમાં સંવેદનશીલતાના કારણે લોકોની રોજીરોટી સાથે કલાઈમેટ સીધી રીધે જોડાયેલું જોવા મળે છે. અતિવૃષ્ટિનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. આવા સંજોગોમાં કલાઈમેટ ચેન્જ સામે લડવા વપરાયેલી રકમ ખૂબજ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

7537D2F3 24

કલાઈમેટ ચેન્જ સામે લડવા બજેટમાં રૂ.૧૦૪૮.૨૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા. રૂફટોપ પાવર જનરેશન સ્કીમ પાછળ રૂ.૯૪૦ કરોડ વાપરવાના હતા. જ્યારે અન્ય ૧૦૮ કરોડ બીજી સ્કીમોમાં વાપરવાના હતા. પરંતુ સોલાર રૂફટોપ પાવર માટેની સ્કીમમાં નિરસતા જોવા મળતા મોટાભાગની ગ્રાન્ટ વપરાયા વગર જ રહી છે. રૂફટોપ પાવર જનરેશનમાં કંપનીઓ પાવર ખરીદતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. પર્યાવરણ પાછળ રીસર્ચ મુદ્દે પણ નિરસતા જોવા મળી છે. બીજી તરફ ઈ-રીક્ષા સબસીડી સ્કીમ અને ગ્રામ પંચાયતમાં જાગૃતિ લાવવા માટે પણ રૂપિયાનો ખર્ચ પુરતા પ્રમાણમાં થયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.