Abtak Media Google News

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા એફ.જી.આઈ.ના પૂર્વ પ્રમુખ નીતિન માંકડ અને સેક્રેટરી જનરલ નિતેશ પટેલ

રાજ્યની ૧૦૦ વર્ષ જૂની સંસ ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૬માં એફ.જી.આઈ. એવોર્ડ્સ ફોર એકસીલન્સમાં અલગ અલગ ૧૩ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવશે. આ માટે આગામી ૩૦ નવેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે તેમ ગઈકાલે પત્રકાર પરિષધમાં એફ.જી.આઈ.ના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ માકડ અને સેક્રેટરી જનરલ નિતેષભાઈ પટેલે જણાવ્યું હતું.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દર ૨ વર્ષે એફ.જી.આઈ. દ્વારા દેશભરના ઉદ્યોગ સાહસીકોને એવોર્ડ આપવામાં આવે છે આ સંસ ૧૦૧ વર્ષ જૂની છે. એવોર્ડ્સ વિજેતાઓને ડો.એ.પી.જે.કલામ, મનમોહનસિંઘ, નરેન્દ્રભાઈ, સુરેશ પ્રભુ, મનોહર પારિકર અને મેનકા ગાંધી જેવા વિશિષ્ટ વ્યક્તિનો દ્વારા એવોર્ડ આપવામાં આવે છે.

Img 20191016 Wa0004

જેમાં કોઈ પણ સંસ, કંપની કે એનજીઓ કે વ્યક્તિ ભા લઈ શકે છે. અલગ અલગ ૧૩ કેટેગરીમાં રિસર્ચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલ્યુશન, મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રેકટીસ, આઉટ સ્ટેન્ડીંગ એમએસએમઈ, આઉટ સ્ટેન્ડીંગ બિઝનેશ લીડર, એકસ્પોર્ટ પરર્ફોમન્સ એન્ડ પ્રમોશન, ગ્રીન બિઝનેશ એવોર્ડ, બેસ્ટ પ્રેકટીસ ઈન એચઆર એન્ડ આઈઆર પોલીસી, આઉટ સ્ટેન્ડીંગ ઈનોવેશન ઈન ધ ફિલ્ડ ઓફ એગ્રીકલ્ચર ફોર ફૂડ પ્રોસેસીંગ, આઉટ સ્ટેન્ડીંગ કન્ટ્રીબ્યુશન ઈન ધ ફિલ્ડ ઓફ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી બાય ઈન્ડસ્ટ્રીઝ, આઉટ સ્ટેન્ડીંગ વર્ક ઓફ ફિલ્ડ સોશ્યલ વેલફેર-રૂ રલ ડેવલોપમેન્ટ બાય ઈન્ડીવ્યુઝલ-એનજીઓ, કોર્પોરેટ ઈન્ફોર્મશન ટેકનોલોજી એવોર્ડ, બેસ્ટ ચેરીટેબલ ઈન્સ્ટિસ્યુશન પ્રોવાઈડીંગ હેલ્ સર્વિસીસ અને આઉટ સ્ટેન્ડિંગ સ્ટાર્ટઅપ જેવી ૧૩ કેટેગરીમાં માટે આગામી ૩૦ નવેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે જ્યારે સ્પેશ્યલ જ્યુરી દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૧૩ કેટેગરી માટે ઓનલાઈન અરજી કરવા www.fglidia.com/awards લીંક પર જવાનું રહેશે. એફ.જી.આઈ. દ્વારા અપાતા એવોર્ડ માટે અત્યાર સુધીમાં ૧૨૫ી વધુ કંપનીનું રજિસ્ટ્રેશન ઈ ગયું છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ ખુબજ ઓછો રસ દાખવતા હોવાના કારણે આ વખતે સૌરાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્નવ, સેક્રેટરી નૈતમભાઈ બારસીયા અને પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.