Abtak Media Google News

કલાઈમેટ ચેન્જ વિભાગ માટે 937 કરોડની જોગવાઈ

ગૌશાળાઓને બાયોગેસ પ્લાન્ટ માટે  સહાય અપાશે સોલાર રૂફટોપ યોજના માટે  824 કરોડની  ફાળવણી

કલાઇમેટ ચેન્જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે 19 હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.

Advertisement

4 લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી 2300 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે ‘824 કરોડની જોગવાઈ. 10 હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે ‘12 કરોડની જોગવાઇ. આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે ‘7 કરોડની જોગવાઈ.  ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ‘6 કરોડની જોગવાઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.