Abtak Media Google News

ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં બાઇક ચાલક યુવકને અટકાવી રૂ. પ00 ની નોટ કાઢી ધોકા વડે માર મારી છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભગવતપરા પટેલવાડીમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઇ વાઘેલા નામના બાઇક ચાલકને અટકાવી મયંક ઉર્ફે મીહીર ખીમસુરીયા , અપ્પુ ઉર્ફે અલ્પેશ સોલંકી, જીજ્ઞેશ પારઘી અને અજાણ્યા તેમજ ભાવિન ઉર્ફે  ગોવુ સહીત પાંચ શખ્સોએ રૂ. પ00 રોકડા ખિસ્સામાંથી કાઢી ધોકા વડે માર મારી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ડી.સી. માઢક સહીતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.