Abtak Media Google News

શાંતિ ભૂવન દેરાસરમાં ચાતુર્માસ માટે આવેલા સાધુ-સાધ્વીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન શ્રાવકોમાં રોષ

અધર્મી અને અસામાજીક તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી કાયદાના પાઠ ભણાવ્યા

અબતક,રાજકોટ
ચોમાસા દરમિયાન જૈન સાધુ-સાધવી દ્વારા વિહાર ન કરી ચાતુર માસ ગાળવા દેરાસરમાં સ્થાયી થતા હોય છે. ત્યારે જૈન સાધુ-સાધવીઓની તપસ્યા કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરના શાંતિ ભૂવન દેરાસરમાં ત્રણ દિવસ પહેલાં કેટલાક લુખ્ખાઓ આ પવિત્ર સ્થાનમાં ઘુસી આંતક મચાવતા નાસભાગ મચી ગયો હતો. ધર્મને લાંછન લગાડતા આવારા અને લુખ્ખાઓએ દેરાસરમાં ચાતુર માસ ગાળવા આવેલા સાધુ-સાધવીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત સાથે રોષ ફેલાયો છે. જૈન શ્રાવકોની ધાર્મિક લાગણી દુભાય તે પહેલાં પોલીસે છ લુખ્ખાઓની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
આણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેન્ક તરફ જતા માર્ગ પર આવેલા શાંતિ ભૂવન જેન દેરાસરમાં ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે કેટલાક આવારા અને લુખ્ખાઓ ઘુસી ગયા હતા. દેરાસરમાં ચાતુર માસ ગાળવા આવેલા સાધુ અને સાધવીઓ સાથે અભદ્ર વર્તન કરી દેરાસરના સંચાલકો સાથે બઘડાટી બોલાવી હતી.
લુખ્ખા શખ્સઓ આટલેથી અટકયા ન હતા અને દેરાસરમાં અને બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી આંતક મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લુખ્ખા શખ્સોના હીન કૃત્યના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ધાર્મિક લાગણી દુભાય હતી.
આ ઘટનાના પગલે જૈન અગ્રણી અને કોર્પોરેટર નિલેશ કગથરા, નવીન જવેરી, ભરત પટેલ અને કૌશિક જવેરી સહિનતા જૈન આગેવાનોએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રૂબરૂ મળી ત્વરીત કાર્યવાહી કરવાની માગ કરી હતી. ડીવાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.જે.જલુ, ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે જૈન દેરાસરમાં તોડફોડ કરી બઘડાટી બોલાવનાર જામનગરના લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પ્રિતેશ ઉર્ફે પિન્ટુ રાજપરા, ગુરૂદ્વારા પાસે રહેતા પ્રદિપસિંહ અજીતસિંહ વાઘેલા, કાલાવડ નાકા બહાર રહેતા લાલવાડી આવાસ યોજનામાં રહેતા સંજય અશોક બાહુકીયા, રાજ પાર્ક સેવા સદન ઢાળીયામાં રહેતા જયવીર દિપક ચૌહાણ, કિશન ઉર્ફે કરણ ઉર્ફે ડાડો રાજેન્દ્ર નાયર અને નિર્મળ ઉર્ફે ત્રિકમ રમેશ પઢીયાર નામના શખ્સોની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.