Abtak Media Google News

ખોરાકને લઇને થોડીક પણ બેદરકારી દાખવતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ખાદ્ય પદાર્થ ખરાબ થવા પર તેમાં રહેલા બેક્ટેરિયા સાત કલાકમાં એક લાખ ગણા વધી જાય છે. આ પરિસ્થિતિમાં બજારમાંથી અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ ખાવાથી તમને ઉલ્ટી, ઝાડા, તાવ, પેટમાં દુખાવો અથવા ચક્કર આવવાની સમસ્યા સર્જાય છે.    ફૂડ પૉઇઝનિંગ ખરાબ ગુણવત્તાના ખાદ્ય પદાર્થને કારણે થાય છે. જ્યારે ખોરાકને યોગ્ય રીતે રાંધવામાં ન આવે અથવા ઢાંકીને રાખવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે અને તે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. દુનિયામાં સૌથી વધારે ઔસ્ટ્રેલિયાના લોકો બગડેલા ખોરાકથી બિમારીનો ભોગ બને છે.   આવી રીતે રાખો ખોરાકનું ધ્યાન :  – ગરમ અને ઠંડા ખોરાકને અલગ-અલગ રાખો.  – ફૂડ પ્રોડ્ક્ટ્સ ખરીદતી વખતે તેનું લેબલ અને સીલ ચોક્કસપણે ચેક કરી લો.  – ફ્રિઝમાંથી બહાર રાખેલા ફ્રોઝન ફૂડનો ઉપયોગ ન કરો.  – અયોગ્ય રીતે રંધાયેલો ખોરાક ન લો.  – પહેલાથી તૂટેલા ઇંડાંનો ઉપયોગ ટાળો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.