Abtak Media Google News

દામનગર ગૌસેવા માટે સુંદર કાર્ય કરતી સંસ્થા લાઠી મહાદેવ ગ્રુપ ગૌ-સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા ૧૭ વર્ષ થી નિરાધાર,બીમાર ગાયો ની મેડિકલ સારવાર તેમજ નિભાવ કરવામાં આવે છે. તાજેતરમાં તા.૧૮ ને શનિવારના રોજ ગાય માતાના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનું ઓપરેશન રાખવામાં આવેલ આ ઓપરેશન દરમિયાન ગાય ના પેટમાંથી ૪૨  કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવેલ આ ઓપરેશન બોમ્બે ના ડો.પ્રશાંત તેમજ ડો.ભટ્ટ,વિપુલભાઈ અશરા દ્વારા કરવામાં આવેલ.આ તકે હરિકૃષ્ણ એક્સપોર્ટસ ના શ્રી સાવજીભાઈ ધોળકિયા તેમજ અમરેલી જિલ્લા આયોજન અધિકારી શ્રી ટોપરાણી સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો,જીવદયા પ્રેમીઓ,પર્યાવરણ પ્રેમીઓ તેમજ લાઠીના વેપારી ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.. આ તકે શ્રી સાવજીભાઈ ધોળકીયાએ જણાવેલ કે આપણા દેશની આ કરુણા છે.જેમને માતા માનીને પૂજા કરીયે છીએ.તેમને અપડેજ પ્લાસ્ટિક ખવરાવીએ છીએ.આને માટે આપણે બધાએ મળીને જનજાગૃતિ લાવવી પડશે અને અહીંયા હાજર દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે અમો અમારા ઘરમાં પ્લાસ્ટિક ની થેલીઓ નહીં લાવીએ અને તોજ આપડે બધા મળીને આ પર્યાવરણ ને આ ધરતી ને બચાવી શકીશું.આ પ્રસંગે શ્રી ટોપરાણી સાહેબે પણ જણાવેલ કે જો ગાય બચશે તો જ આપણે બચીશું..આ માટે સરકારે અને પ્રજાએ સહિયારો પુરુષાર્થ કરવો જોઈ લાઠી શહેર ના અનેકો યુવકો રોજ રાત્રે ગૌશાળા માં દૈનિક સેવા પ આપી રહ્યા છે સ્વંયમ જાગૃતિ માટે મહાદેવ ગ્રુપ દ્વારા દરેક નાગરિક ને પ્લાસ્ટિક થેલી ઓ નો ઉપીયોગ નહિ કરવા અને તેની શુભ શરૂઆત સ્વંયમ પોત પોતા ના ધર થી જ કરે અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ સેવા એ પણ છે કે સંપૂર્ણ પણે પ્લાસ્ટિક થેલી નો ત્યાગ અબોલ જીવો ના હિત માટે કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.