જીવનમાં તમારે હમેંશા છેતરવા માટે તૈયાર રહેવું, ચાઈ-વાઈ & રંગમંચમાં પોતાના અનુભવ વાગોળતા કલાકારો

0
146

કોકોનટ થિયેટર આયોજીત ચાય-વાય અને  રંગમંચની ત્રીજી સિઝનમાં પોતાના અનુભવ વાગોળતા કલાકારો 

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર દરરોજ સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ 

કોકોનટ થિયેટર આયોજીત ચાય-વાય એન્ડ રંગમંચ શ્રેણી  છેલ્લા પાંચ દિવસથી સોશિયલ મીડિયાના યુટયુબ અને ફેસબુક ધૂમ મચાવી  રહી છે. દેશવિદેશનાં લાખો દર્શકો તેમાં જોડાઈને મનોરંજન મેળવી રહ્યા છે પ્રવર્તમાન કોરોના કાળમાં સુંદર મનોરંજન આપતા આ કાર્યક્રમ તા.28મી સુધી ચાલનારા છે.

ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3 માં ગુજરાતી નાટક જગતના પ્રસિદ્ધ નિર્માતા, કલાકાર, દિગ્દર્શક અને કોમેડી સમ્રાટનું બિરુદ પામેલા  સંજય ગોરડીયાએ પોતાના ફેન્સ સાથે વાતો કરી. મધ્યમવર્ગના પરિવારમાંથી આવેલા દસમા ધોરણ સુધી ભણેલા અને સામાન્ય છોકરા જેવા દેખાતા વ્યક્તિને ગુજરાતી રંગભૂમિના પ્રેક્ષકો પોતાના હૃદયમાં સ્થાન મળશે એવું એમણે ક્યારેય નહોતું વિચાર્યું. પણ સતત મહેનત, આગળ વધવાની ધગશ અને કંઈક કરી દેખાડવાની લગન જ માણસને હંમેશા આગળ વધારે છે, એવી સમજ વાળા સંજય ગોરડીયા આજે બધાનાં પ્રિય છે. નાનપણમાં સીઝનલ કામ કરતા અને કાકાની ઇલેક્ટ્રિકની દુકાને ગણપતિની સિઝનમાં કામ કરતા ત્યારે માત્ર સો રૂપિયા મળતા. ત્યારબાદ ફટાકડાની દુકાન, મેડીકલ સ્ટોર માં અઢી વરસ કામ કર્યું. એ પછી નાટક લાઈનમાં એક્ટર બનવા આવ્યા, બેકસ્ટેજથી શરૂઆત કરી, જ્યાં તમારે હમેશા છેતરવા માટે તૈયાર રહેવું અને મને શું મળશે ? એની આશા વિના આગળ વધ્યા. પ્રોડક્શન મેનેજર બન્યા અને ત્યારબાદ નિર્માતા બન્યા. સારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી સાથે છેલ્લા 25 વર્ષથી હિન્દી ગુજરાતી નાટકો બનાવ્યા. જેમાં માં રિટાયર હોતી હૈ નાટકમાં રમેશ તલવારજી ની સારી મદદ મળી. હું જો બદલાઇશ તો મારી આજુબાજુ વાળા બદલાશે એ વાત ધ્યાનમાં રાખી આગળ વધતા ગયો. અને ક્યોંકી સાસ ભી કભી બહુથી નાં પાયાના લેખક વિપુલ મહેતા જોડાયા. જેની સાથે લગભગ 101 નાટકો પ્રોડ્યુસ કર્યા..

એમના જ શબ્દોમાં કહીએ તો નિર્માતા તરીકે સૌથી વધુ સફળ છે સંજય ગોરડીયા. 46 મેં વર્ષે 2005 માં છગન મગન તારા છાપરે લગન જેમાં દિલીપ જોશી હતા અને નાટકો તરફથી દિલીપ ભાઈ ફિલ્મો અને સીરીયલ તરફ ગયા અને એ વખતે મેં કહ્યું કે હું રોલ કરીશ અને વિપુલ મહેતાએ ચેલેન્જ સ્વીકારી. અને નાટકની એડમાં સંજય ગોરડીયા અભિનીત શરુ થયું. કલાકારે પોતાની જાતનું પણ ઘણું ધ્યાન રાખવું પડે જેમાં આપણા શરીરને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે ઘણા કલાકારો માવો,કે સોપારી ખાય છે એમને જોઈ લાગે કે પાન,માવા,સોપારી ખાવાથી અવાજમાં કેમ ફરક પડતો હશે ? એ તો શરીરને નુકસાન કરે. સોપારીથી તો ગળું બેસી જાય. હમેશા નાટકને વફાદાર કેમ રહેવું એ વિષે સરસ વાત કરી સંજય ભાઈએ.

ગુજરાતી રંગભૂમિની આવતીકાલ વિષે જણાવતા કહ્યું કે લોકડાઉન બાદની રંગભૂમિ વધુ સારી હશે કેમકે નાટકનાં ગ્રુપ ઓછા થઇ ગયા અને આવનારા નાટકો ટીકીટબારી પર ચલાવવાનું રહેશે. ક્વોલીટીની દ્રષ્ટીએ ગુજરાતી રંગભૂમિ પર સારા નાટકો આવશે. આવનારા સમયમાં નિર્માતા,લેખક,દિગ્દર્શક અને કલાકારે વધારે એલર્ટ રહેવું પડશે. સારા નાટકો બનાવવા પડશે.  સફળતા પચાવવી બહુ અઘરી છે એવા એક સવાલના જવાબમાં એમણે જણાવ્યું કે ક્યારેક એકાદ શો નબળો જાય ત્યારે આપણી સફળતા ક્યાં ગઈ ? જો સફળતાનું શ્રેય માથે લો તો નિષ્ફળતાની જવાબદારી પણ લેવી જોઈએ.

સફળતાની કોલર ટાઈટ ભલે હોય પણ ટાઈટ કોલરનાં શર્ટ ખીટી પર નથી લટકી શકતા. માટે હંમેશા વધારે મહેનત કરવી પડે અને પોતાને કમ્ફર્ટઝોન માંથી બ્હાર કાઢવા.

સંજય ભાઈનો એક આગવો જ પ્રેક્ષક વર્ગ છે જે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ ટિકિટ નીન્જા.કોમ માં જોડાયો. અને તમે જો સંજય ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં પ્રતિક ગાંધી, કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી, મિહિર ભુતા, સ્વાતી શાહ, મીનલ પટેલ, દીપક ઘીવાલા, રાગીણી જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

 

આજે સાંજે નાટ્ય જગતમાં જાણીતા કલાકાર ‘અનુપમા’ ફેઈમ અરવિંદ વૈદ્ય રંગભૂમિના  દરેક પાસાની વાતો રજૂ કરશે

કોકોનટ થિયેટર આયોજીત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી ત્રણમાં નાટ્ય ફિલ્મ જગતનાં વિવિધ કલાકારો  લાઈવ આવીને તેમના અનુભવો દર્શકોના પ્રશ્ર્નોના જવાબો આપે છે. દરરોજ સાંજે 6 વાગે કોકોનટ થિયેટરના યુટયુબ અને ફેસબુક  પેઈજ પર લાઈવ આવતા કલાકારોમાં આજે અમદાવાદથી માંડી મુંબઈ સુધીના  નાટ્ય જગતના જાણીતા માનીતા મલ્ટીટેલેન્ટ સદાબહાર કલાકાર અરવિંદ વૈદ્ય રંગભૂમિના દરેક પાસાની વાત કરશે.

હાલમાં આવતી જાણીતી  ટીવી ધારાવાહીક ‘અનુપમા’થી તેઓ ખૂબજ જાણીતા થઈ ગયા છે.

નાટ્ય  ફિલ્મો ધારાવાહીકમાં વર્ષોથી કાર્યરત સિનિયર મોટ કલાકાર અરવિંદ વૈદ્ય ગુજરાતી રંગભૂમિના વિવિધ પાસાઓની તલસ્પર્શી છણાવટ કરશે.

આ સુંદર કાર્યક્રમ અબતક ચેનલના સોશિયલ મીડીયાના ફેસબુક પેઈજ પર પણ લાઈવ પ્રસારણ થાય છે. ગત તા.12મી શરૂ થયેલ આ શ્રેણી 28 સુધી ચાલનાર છે.  આગામી દિવસોમાં પણ જાણીતા કલાકારો પોતાના અનુભવો દર્શકો સાથે શેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here