Abtak Media Google News

નવરાત્રિ આવી ગઇ છે ત્યારે સાજ સાજી ખૈલેયાઓ તૈયાર છે ઢોલનાં તાલે ગરબા રમવા…..તેવા સમયે નવા નવા ટ્રેન્ડને અનુસરતા ખૈલેયાઓ નવરાત્રીને દર વર્ષે નવા અંદાજમાં માણતા હોય છે અને ખાસ તો યુવતીઓને નવા નવા ટ્રેન્ડ વધુ આકર્ષિત કરતા હોય છે તેમાં લો વેસ્ટ ચણીયા ચોલીએ યુવતીઓની પહેલી પસંદ હોય છે તો વસ્ત્ર પરિધાન લો વેસ્ટ હોવાથી તેની નાભીને સજાવવામાં પણ યુવતીઓ પાછળ નથી રહેતી ત્યારે આજે આપણે નાભીને કેવા આભુષણોથી સજાવવી જોઇએ જેથી નાભીની સુંદરતા વધે છે તેના વિશે વાત કરીએ.

Advertisement

નાભીને વધુ આકર્ષીત અને સુંદર બનાવવા તેમાં છેદ કરાવી રીંગ પહેરી શકાય છે જેમ આંગળીમાં વીંટી પહેરી આંગળીની સુંદરતા વધારીએ છીએ તેમ નાભીને એક છેદ કરાવવો પડે છે એ ખૂબ જ સુંદર અને સેક્સી લાગે છે નાભીમાં નાનાં ટોપ્સ અથવા ….. પણ પહેરી શકાય છે. જો તમને નાના નાના …… પહેરવા ગમે છે તો તમારા ઇરરીંગ એટલે કે બુટ્ટીને મેચીંગ નાભીનાં બુટ્ટીને  પહેરી શકો છો. આ ઉપરાંત નાભી માટે લટકરણ પણ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં નાભીથી લઇ થોડુ નીચે સુધી સુંદર ચમકતાં લટકણ પહેરી શકો છો. ……… તો યુવતીઓને આ પ્રકારના લટકણ ખુબ પસંદ આવે છે જેમાં નાભીની સુંદરતાને ચાર ચાંદ લાગે છે. સાથે સાથે સેક્સી લુક પણ આપે છે.

જો નાભીમાં છેદ ન કરાવવો હોય તો બજારમાં એવા ખાસ પ્રકારનાં સ્ટીકર્સ પણ મળે છે જેને નાભીની ઉપર અને આજુબાજુ લગાવવાથી નાભીની સુંદરતા વધે છે. જમાનો હવે બદલાણો છે. જેમાં સારા કપડા, મોંઘા પગરખા  વગેરે પહેરવાથી કોઇ ફાયદો નથી પરંતુ યુવતીએ જેટલી વધુ સેક્સી દેખાશે તેટલાં જ યુવકો તેનાથી આકર્ષીત થાશે. જેમાં નાભીનો સેક્સી લુક મહત્વની ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.