Abtak Media Google News

બે પિતરાઈએ લોહીના સબંધને લાંછન લગાવ્યું

નરાધમોએ ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી દોઢ મહિનાનો ગર્ભ રાખી દીધો

ઘોર કળિયુગ રાજકોટમાં લોહીના સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે પિતરાઈ ભાઈઓએ કુટુંબિક બહેનને હવસનો શિકાર બનાવી કુવારી માતા બનાવી હતી. જ્યારે આ બનાવની જાણ યુવતીના પરિવારજનોને થતા તેમને બંને નરાધમો વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે દુષ્કર્મોનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

વિગતો મુજબ કોઠારિયા મેઇન રોડ પર રહેતી 21 વર્ષીય યુવતી ઉપર તેના માસીના દીકરા અને ફઈના દીકરાએ ચાર વર્ષ સુધી હેવાનિયત આચરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા પોલીસ મથકમાં યુવતીએ પોતાના માસીના દીકરા ધ્રુવ હુંબલ અને ફઈના દીકરા રાજેશ ખીમાભાઇ બકુત્રા સામે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતુ.તે પરિવાર સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં વસવાટ કરે છે. ધ્રુવ અને રાજેશ તેના કૌટુંબિક માસી-ફઈના દીકરા ભાઇઓ થાય છે. નરાધમો ધ્રુવ અને રાજેશ છેલ્લા ચારેક વર્ષથી જ્યારે યુવતીના ઘરમાં કોઇ ન હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવી એક પછી એક જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધતા હતા. તેમજ જો યુવતી તેનો વિરોધ કરે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા.

દરમિયાન બે મહિના અગાઉ યુવતીના કૌટુંબિક કાકાનું અવસાન થયું હોય યુવતીના પરિવારજનો તેના ઘરે જતા હોય ત્યારે યુવતી એકલી હતી. આ દરમિયાન રાજેશ અને ધ્રુવ સાથે આવી યુવતી ઉપર દુષ્કર્મ આચરતા હતા. દરમિયાન યુવતીને માસિકના દિવસો ચડતા હોય જે અંગેની જાણ રાજેશ અને ધ્રુવને થઇ જતા બન્ને કોઇક દવા લઇ આવ્યા હતા અને તે દવા યુવતીને બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી.દવા પીવડાવ્યા બાદ યુવતી ચારથી પાંચ દિવસમાં માસિકમાં આવી જતા તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા યુવતી અને તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે ગયા હતા. અહીં તબીબોએ યુવતી ગર્ભવતી હોવાનું અને તેને દોઢ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ બાબત સાંભળી યુવતીના માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી જેથી આ અંગે પૂછતા યુવતીએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું.

જેથી રાજેશના માતા-પિતાને ઘરે બોલાવી તમામ વાત જણાવતા રાજેશે બન્ને પરિવારજનોની વચ્ચે યુવતીને ખોટુ બોલતી હોવાનું કહ્યા બાદ તેણે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી ત્યાંથી ભાગી ગયો હતો. દરમિયાન આ બાબત અંગે ધ્રુવને જાણ થતાં તે પણ ઘરેથી ગુમ થઇ ગયો હતો.જેથી યુવતિએ આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રાજેશ અને ધ્રુવની શોધખોળ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.