Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં જૂન મહિનાની સ્થિતિએ ૧૪૫૦૨૧ હેકટરમાં

વાવેતર : મબલખ પાકની આશાએ ખેડુતોના ચહેરા પર ચમક આવી

ગીર-સોમનાથ જિલ્લા ખેતી વાડી ખાતુ જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમસી અને મદદનીશ લાખાણી સહિતનો સ્ટાફ ચાલુ ખરીફ પાક મોસમમાં પખવાડીક રીતે જિલ્લામાં થયેલ વાવેતર ઉપર નોંધ કરી રહેલ છે. ગીર સોમનાથમાં તા.૧૨.૬ અને તા.૨૬.૬ના રાજે થયેલ મગફળી વાવેતર વિગત જીલ્લામાં તા.૧૨.૬ના રાજે ૬૧૧૦૬ હેકટરમાં મગફળી વાવેતર થયેલ જે સારો વરસાદ થતાં તા.૨૬ જૂને ૧૦૨૧૭૪હેકટરમાં વાવેતર થયેલ છે. તેવી જ રીતે જીલ્લામાં તા.૧૨.૬ના રોજ ૩૩૫૪ હેકટરમાં વાવેતર થયેલ છે. ૨૬.૬ સ્થિતિએ ૧૨૩૭૪ હેકટરમાં વાવેતર થયેલ છે. જીલ્લામાં તા.૧૨.૬ના સ્થિતિએ કુલ વાવેતર ૭૩૯૯૬ થયેલ જે તા.૨૬ સ્થિતિએ ૧૪૫૦૨૧ હેકટરમાં વાવેતર થયેલ ચે.

મગફળી શા માટે આ વિસ્તારનાં ખેડુતોમાં વાવેતરમાં મગફળી હોટ ફેવરીટ છે તેના કારણોમાં આ વિસ્તારની જમીન મગફળીના ઉગવા માટે અનુકુલ છે. આબોહવા પણ તેને માફક આવે છે. તેમજ જમીન નાઈટ્રોજ યુકત બેકટેરીયાનું પ્રમાણ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં હોઈ તેમજ કાળીગિરાડુ માટી કારણે મગફળીનો પુષ્કળ પાક થાય છે.

આ વર્ષે અધિક માસ હોવાથી નવી મગફળી ભાદરવો અથવા તો પહેલા આસોમાં જ આવી જશે સામાન્ય રીતે દિવાળી આસપાસ આવકો થતી હોય છે. અને કદાચ વર્ષો બાદ એવું પણ બને કે સીગદાણાના કારખાનાઓ શ્રાધ્ધ પક્ષમાં પણ ચાલુ થઈ જશે. અને જેથી ધનતેરસનાં દિવસોમાં સાચા અર્થમાં લક્ષ્મીદેવી પધરામણી કરશે. વર્ષ ૨૦૧૮-૧૯માં ખરીફ સીઝનમાં અંદાજીત ૧૪૯૩૩૨ હેકટરમાં વાવેતર થયેલ જેમાં મુખ્યત્વે ૯૪૧૨૪ હેકટરમાં મગફળી વાવેતર થયું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.