Abtak Media Google News

એક જ દિવસમાં ૨,૨૯,૬૦૦નો દંડ વસુલતું જિલ્લા પ્રશાસન

સુરેન્દ્રનગરમાં ફરજીયાત માસ્ક પહેરવાના નિર્ણયનું ઉલ્લંઘન કરનાર ૧૧૪૮ લોકોને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ એક જ દિવસમાં ૨૨૯૬૦૦ રૂપીયાનો દંડ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા વસુલવામાં આવ્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ જિલ્લા પ્રશાસન વિભાગની ચિંતામાં પણ વધારો થવા પામ્યો છે જ્યારે ખાસ કરી સુરનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ નો ભરડો દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે જિલ્લા પ્રશાસન વિભાગ ફરી એક વખત બનવા પામ્યું છે..

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તાર વઢવાણ લખતર મુળી ચોટીલા થાનગઢ સાયલા લીમડી ચુડા ધાંગધ્રા પાટડી અને અલગ-અલગ વિસ્તારોમાં પ્રશાસન વિભાગના જિલ્લા કલેક્ટરશ્રી કે રાજેશ ની સૂચનાથી અલગ અલગ જગ્યા ઉપર પ્રાંત અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..

જેમાં જિલ્લાના એક જ દિવસમાં ૧૧૪૮ લોકો વગર બાંધીએ શહેરમાં ઝડપાયા હતા ત્યારે આ ૧૧૪૮ લોકો પાસેથી જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા ૨૨૯૬૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને ખાસ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ કે તે માટે જિલ્લા પ્રશાસન વિભાગ સફાળું જાગી ઊઠ્યું છે. અને જિલ્લામાં મા જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં વેપારીઓ ઉપરાંત જિલ્લામાં વગર માગ્યે લટાર મારતા લોકો ને તેને ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.