Abtak Media Google News

ટ્રસ્ટનાં ચેરમેન વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ વિઘાર્થીઓને અભિનંદન સાથે ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી

આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિઘાર્થીઓને ધો. ૮થી ધો.૧ર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રુપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧ર સાયન્સના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકીર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.

ધો.૧ર સાયન્સ બી ગ્રુપના વિઘાર્થીઓ પીઠડીયા અમીશા, જાદવ પ્રિયા, પેઢડીયા પ્રશાંત, વસાણી વંશીકા, સોલંકી બીના, નળીયાપરા નેહા, કાસુન્દ્રા સહજ, સોલંકી ઉર્વી, રાઠોડ રાહુલ, કિયાડા અક્ષયએ ૯૯.૧૪ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી તથા એ ગ્રુપના વિઘાર્થીઓ પેઢડીયા પાર્થ, મારકણા યશ, જેઠવા પારસ, ગજેરા મિલાપ, વિશ્વકર્મા રાહુલ, કુશ્વાહા મિતલેશ ૯૮.૪૭ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી તેમનો ધો.૧ર સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહીતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છ. ઉપરાંત ટ્રસ્ટમાં ગુ્પ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જરુર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ૧૮ વર્ષથી  ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરુઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અઘ્યાપક, ફાર્માસિસ્ટ સહીતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચૂકયા છે તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

વિઘાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રુપાણી, રાજેશભાઇ રુપાણી, અમિનેષ રુપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ અરવિંદભાઇ બગડાઇ તથા કમીટી મેમ્બર્સશ્રીઓ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવીયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટતથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે. વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટ મો. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.