Abtak Media Google News

માઘ્યમિક શાળાના નવા બિલ્ડીંગનું કામ શરુ કરવા માંગ

અરબી સમુદ્રના કિનારે આવેલું એક એવું ગામ એટલે રાજુલા તાલુકાનું વિકટર ગામ. વિકટર ગામનું નામ તો વિદેશી જેવું છે પણ વિકાસ ૨૦મી સદી જેવો પણ નથી થયો વિકટર ગામ  એટલે સૌરાષ્ટ્ર નું જૂનામાં જૂનું બંદર છે પરંતુ આ બંદરના વિકાસ તરફ સરકાર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી ગામમાં આરોગ્ય કેન્દ્રમાં પણ કાયમી સ્ટાફ નથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હાલમાં છે તો ઘણી બધી શેરીઓમાં આઝાદી થી આજદિન સુધી ગટર કે રોડ રસ્તાઓ બન્યા જ નથી ચોમાસામાં પાણીનાં નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી તેનાં કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જાય છે

Img 20180802 Wa0014 1 ગામમાં સ્મશાન પણ બિસ્માર હાલતમાં છે વાસણ ઘાટની સુવિધા જ નથી તેમજ ૠઇંઈક જેવી મોટી કંપની આ ગામમાં આવેલ છે ૩૨ વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં મીઠું પકાવે છે છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે વિકટર ગામમાં હજુ સુધી ૧૦૦% શૌચાલય નથી બન્યા.

તેમજ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળામાં વર્ગખંડોના અભાવે શાળાને સ્થાળાંતર કરવી પડી વિકટર માં સરકારશ્રી દ્વારા ૨ વર્ષથી માધ્યમિક શાળાની મંજૂરી આપી દેવામાં આવી છે આ માધ્યમિક શાળામાં વિકટર સહિત આજુબાજુના ગામના વિધાથીઓ પણ અભ્યાસ કરવા આવે છે

પરંતું આજદિન સુધી નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી બે વર્ષથી ફકત એક જ ક્લાસરૂમ માધ્યમિક શાળાનાં બાળકો અભ્યાસ કરે છે તે પણ બિસ્માર હાલતમાં છે ચોમાસા દરમિયાન પાણી ટપકે છે તેનાં કારણે માધ્યમિક શાળાનાં બાળકો હાલમાં લેબર ક્વાર્ટર વિસ્તારમાં આવેલી આગરીયા કોળી સમાજ જ્ઞાતિની વાડીમાં અભ્યાસ કરે છે

આથી ગામના જાગૃત નાગરિકો ભગવાનભાઈ વાજા દિલાવરભાઈ ગાહા રણછોડભાઈ બાંભણિયા અજયભાઈ શિયાળ પરશોતમભાઈ ધાપા જાવેદભાઈ ગાહા સહિતના ગ્રામજનોએ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે વિકટર ગામમાં જેમ બને તેમ વહેલી તકે માધ્યમિક શાળાનાં નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવે જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.