Abtak Media Google News

પુસ્તક મહોત્સવને જબરો પ્રતિસાદ : સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ : પાંચ દિવસ દરમિયાન કવિ, લેખકોએ અલગ અલગ વિષયો પર વકતવ્યો રજૂ કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ચાલી રહેલા સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ખાસ ઉપસ્થિતિ  હતી. પાંચ દિવસ દરમિયાન જુદા જુદા કવી અને લેખકોએ અલગ અલગ વિષયો પર લીટરેચર ફેસ્ટીવલમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ આજે નેશનલ સ્પીકર અને જર્નાલીસ્ટ તરીકે જાણીતા એવા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠાનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિર્દ્યાી અને લોકોએ લાભ લીધો હતો.

પાંચ દિવસ દરમિયાન બુકફેરની લાખો લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ લીટરેચર ફેસ્ટીવલમાં પણ વિર્દ્યાથી હાજર રહ્યાં હતા. શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્રની ધરા સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલના રંગે રંગાઈ ગઈ હતી.  આજના ઈન્ટરનેટના યુગમાં પણ બુકફેરને યુવાધને ચાર ચાંદ લગાવી દીધા હતા. સવારે ૧૦ થી રાત્રીની ૧૦ વાગ્યા સુધી સતત સાહિત્ય અને સંસ્કૃતિના મહોત્સવમાં સર્જન વર્કશોપ, સાહિત્ય તરવરાટ, શબ્દ સંબંધ, કિડ્સ વર્લ્સ, ર્ઓર કોનર્સ, એન્ટરપ્રિન્યોરશીપ કોર્નર ઉપરાંત અનેક સેશન કી લાખો લોકોએ આ આયોજનને માણ્યું હતું. આ ઉપરાંત વિખ્યાત પ્રકાશકોને ૧૮૧ બુકસ્ટોલ ફૂડ કોર્ટ, બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી, કલા સાહિત્ય સહિતના કલાકૃતિઓ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ લોકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ બુકફેરને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતન પેાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, સિન્ડીકેટ સભ્ય અને બુકફેર કો.ઓર્ડીનેટર મેહુલભાઈ રૂપાણી, અન્ય કોર્ડીનેટર નિલેશ સોની અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

  • લાઇફ સેટીસફાઇડ હોય તો બીઝનેસ સારી રીતે ચાલે : રવિ ટંડન

01 3

રવિ ટંડન એઅબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન અને સૌરાષ્ટ્ર યુનિવસિટી દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યુ  છે. કોઇને કયાંય પણ તકલીફ હોય તો ટીમ ત્યાં હાજર હોય છે.કોઇપણ બીઝનેશમાં પ્રોફીટલોશ આવતો જ હોય છે. જર્નાલીઝમ એક સોશીયલ જવાબદા છે. અને બીઝનેશએ બે્રડ બટર છે. પણ જયારે તમારી લાઇફ સેટીસફાઇડ હોય તો એ પ્રોફેસર સારી રીતે  ચાલતું હોય છે. મારો રસ છે માટે પ્રોફીટલોશ જોતા કરતા પણ સમાજને કઇ રીતે ઉપયોગી થાય તે જો થાઇ એ છે સમાજને જેટલો ઉપયોગી થશું તેટલા એ બધા ઓળખતા થશે.

આજના સમયમાં યુવાનોને તરત પાવર જોઇએ  છે મીડીયા એ વસ્તુ આપે છે. આજનો મીડીયા એ પહેલા કરતા પણ વધુ જવાબદારી વાળુ થઇ ગયું છે. જે તમારીસેજ પણ  ચુક હશે તો થોડીક જ સેક્ધડોમાં આઉટ આજનો મીડીયા તમારી એક ભુલ પણ બરદાસ કરી શકે તેમ નથી. જુની પેઢીનું જે પત્રકારીત્વતા હતું. તેમાં તમને શિખવાની તક મળતી હતી આજના સમયમાં એ વસ્તુ છે નહી તરત મોટું થવું પડે છે.યુવાનોને એટલો જ સંદેશો ‘બી પોઝીટીવ’

  • સફળતા મેળવવા સંઘર્ષ ફરજિયાત : દિલીપ દાદવાણી

02 2

દિલીપ દાદવાણી એ અબતક સોની વાતચીતમાં જણાવ્યું હતું કે બુક ફેર એ જે રીતે જન્માષ્ટમીનો મેળો હોય એ રીે અહીંનો માહોલ છે. ઘણી બધી પ્રકારની બુકો અહિં ઉપલબ્ધ છે. વિર્ઘાીઓને કામ આવે એ પ્રકારની બુકો અહિ ઉપલબ્ધ છે.બીઝનેશમાં સમય વીતતો જાય છે. તેમ તેમ કોમ્પીટીશન વધતુ જાય છે. એટલે બીઝનેસ કરવો એ ટફ બનતો જાય છે. તો પોતાની પાસે મુકી રોકાણ કેટલું છે. તે પ્રમાણે બીઝનેસ શરુ કરવો. સારુ ભણતર કરીને સારી કંપનીમાં નોકરી માટે જઇ શકાય છે. અને ત્યાંથી આગળ ડેવલોપ પણ થઇ શકાય ે. આજની યુવા પેઢીનો સંદેશ આપીશ કે સફળતાનો શોર્ટ કર્ટ કોઇ હોતો નથી સફળતા માટે સંઘર્ષ પડે જે જે દરેક માટે કમાલ રહી છે.

  • સમય સાથે તમામ ક્ષેત્રમાં પરિવર્તન આવે છે : કૃષ્ણકાંત ઉનડકટ

01 5

તેમણે અબતક સાથેની વાતચીત માં પત્રકારીત્વ ની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે જે તે ઘટના ને તે જ સ્વરૂપ માં લોકો સમક્ષ મુકવી તેને મારા મત મુજબ પત્રકારીત્વ કહેવાય. તેમણે કટારલેખન માં આવેલા ફેરફારો વિશે જણાવતા કહ્યું હતું કે સમય ની સાથે તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવતું હોય છે. દર પાંચ વર્ષે વાંચકવર્ગ માં પરિવર્તન આવે છે. પહેલા લેખક જે લખે તે વાંચકો વાંચતા હતા પરંતુ હવે વાંચકોને શુ વાંચવું ગમશે તેને ધ્યાને લઇ લેખકો લખે છે. હાલ ના સમય માં મુખ્ય ફેરફાર એ પણ છે કે હવે લોકો ખૂબ લાબું વાંચતા નથી જેના કારણે લેખક કોઈ પણ વિષય પર લખે તો તેને સંક્ષિપ્ત અને સચોટ લખવાનું હોય છે જેથી વાંચકવર્ગ ને તે લેખન સ્પર્શે.

તેમણે બ્રેકીંગ ન્યુઝ વિશે મંતવ્ય આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા નું પ્રભુત્વ વધ્યું છે જેના કારણે દુનિયા ના કોઈ પણ ખૂણે કંઈ પણ ઘટના બને તો ત્વરિત ધોરણે લોકો સુધી પહોંચી જાય છે. તેના કારણે બ્રેકીંગ ન્યુઝ સૌથી પહેલાં કોણ બ્રેક કરે છે તેનો ક્રેઝ વધ્યો છે જે સારું છે જેના કારણે લોકોને ઝડપી માહિતી મળે છે પરંતુ ન્યુઝ એ ન્યુઝ જ છે પછી એ ત્વરિત ખબર પડે કે પાછળ થી જાણવા મળે. એક સમયે કોઈ પણ ઘટના બનતી તો તે આગળ ના દિવસે જ્યારે અખબાર માં છપાય ત્યારે લોકો ને જાણવા મળતી અને જ્યારે સપ્તાહ ના અંત માં મેગેઝીન આવે ત્યારે તેનું એનાલિસિસ જાણવા મળતું પરંતુ સોશિયલ મિડિયાએ બધું હાથવગું કર્યું છે જે સારું જ છે.

  • કાવ્યનું બને એટલું વિશેષ સેવન કરો: રાજેન્દ્ર શુકલ

02 3

રાજેન્દ્રભાઈ શુકલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે યુવાનોને એટલો જ સંદેશ આપુ છુકે મારા અનુભવથી કહું છઉં કે કાવ્યનું બને એટલું વિશેષ સેવન કરવું અને પરિશ્રમ કરવો એ તમને ખૂબ કામ લાગશે. આ બુકફેરમાંથી વિદ્યાર્થીઓ વધુને વધુ બુકો ખરીદીને વાંચે અને જીવનમાં પ્રગતિ કરે તેવી આશા

  • સૌરાષ્ટ્રમાં ભજનની પરંપરાથી  ભજન શબ્દ ઉદભવ્યો : સંજુ વાળા

03 2

સંજુભાઇ વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર બુક ફેરમાં સૌરાષ્ટ્રની મહત્વની વાત છે. સૌરાષ્ટ્રની આપણી જનતા છે. એ શબ્દને કઇ રીતે પ્રમાણવુ તે જાણે છે. સૌરાષ્ટ્રમાં ભજનની પરંપરાથી જ કવિતાની શબ્દ ઉગ્યો છે. અને લોકગીતની પરંપરાની કવિતા છે. એ ભજન કે લોકગીતોથસ અલગ રસ્તો નથી. કવિતામાં શિર્ષ્ા ભાષામાં આવી રહી છે.  રાજકોટની પ્રજા કવિતાને મનભરીને માણે એ કોઇ આશ્ર્ચર્યની વાત નથી. રાજકોટવાસીઓ એક એક શેર પંકિત પર દાદ દે જે ના દે તો નવાઇ લાગે. આજે આ કવિ સંમેલનને લોકોએ ખુબ જ જલસાથી માણી છે તેનો આનંદ છે.

  • ઇન્ટરનેટના કારણે કટાર લેખન સરળ બન્યું : આશુ પટેલ

01 6

તેમણે અબતક સાથેની વાતચીતમાં કટારલેખન વિશે જણાવ્યું હતું કે આજથી ૩૦ વર્ષ પહેલાં જ્યારે મેં કટારલેખન ની શરૂઆત કરી ત્યારે ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા જેવું કઇ હતું નહીં ત્યારે પુસ્તકો ઉપર જ નિર્ભર રહેવાનું હતું પરંતુ આજે સોશિયલ મીડિયા ના કારણે બધું ત્વરિત ધોરણે મળી રહી જાય છે. આજના સમય માં કટારલેખન સહેલું પણ છે અને અઘરું પણ છે. સહેલું એ રીતે છે કે ઈન્ટરનેટ ના માધ્યમ થી બધું મોઇ રહે જેના કારણે લખવું સરળ બની જાય છે પરંતુ ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી સાચી છે કે ખોટી તે સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે. ઘણીવાર ઈન્ટરનેટ પર રહેલી માહિતી ખોટી સાબિત થાય છે જેના કારણે વાંચકો સુધી મિસ ઇનફર્મેશન પહોંચવાના કિસ્સા સામે આવતા હોય છે. પહેલા ના સમય માં અમે સંપૂર્ણપણે અખબાર અને જે તે વ્યક્તિ ના ઇન્ટરવ્યૂ નો આધાર લઈને જ કોઈ લેખ લખતા હતા. એ આદત મેં આજ પણ એ જ આદત જાળવી રાખી છે કે મારે કોલમ લખવી હોય કે નોવેલ લખવી હોય હું જાતે જ ઇન્ટરવ્યૂ કરવા જાવ અને ત્યાર બાદ જ લખું. એટલે આજના સમય માં જેને હોમવર્ક ન કરવું હોય તેના માટે લખવું ખાસુ સહેલું બન્યું છે પરંતુ જેને ચિવટપૂર્વક કંઈક સારું લખવું છે તેના માટે પહેલા પણ અઘરું હતું અને આજે પણ અઘરું જ છે.

  • સમાજની જરૂર મુજબ વસ્તુઓ બનાવીને વેચવી તે મારી દ્રષ્ટીએ બીઝનેસ : કિરીટ અદ્રોજા

01 7

કિરીટ અદ્રોજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ખૂબજ સરસ સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મહાનગરપાલીકાનાં સંયુકત ઉપક્રમે આ ખૂબજ સુંદર આયોજન છે. યુવા વર્ગ સ્ટુડન્ટસ અને રાજકોટના નાગરીકો ખૂબજ લાભ લઈ રહ્યા છે. એ જાણીને ખૂબજ આનંદ થાફય છે.બિઝનેશ એટલે મારી દ્રષ્ટીએ આપણણી સાથે વધારેમાં વધારે લોકોને રોજાગારી આપવી વધારેને વધારે લોકોને જોડવા અને સમાજની જરૂરીયાત મુજબ વસ્તુ બનાવીને વેચવી તે મારી દ્રષ્ટીએ બિઝનેશ છે. બિઝનેશમેનની સોશીયલ રિશપોન્સબ્લાટી એ છે કે સમજે આપણને ઘણુબધુ આપ્યું તે આપણે પણ સમાજને કઈક આપવું જોઈએ અને સમાજના દરેક વર્ગ સાથષ રાખી એમની જરીયાત મુજબનો સપોર્ટ આપણે એમને કરવો જોઈએ.

એન્જલ પંપ ૨૦૨૫-૨૬ સુધીનો ફોરમેટ તૈયાર છે. અને ૨૦૨૫-૨૬ સુધીમાં બીજા પાંચ પ્લાન્ટ લઈને આવશે કેબલ ને એ પ્રોડકટમાં આગળ વધશે.આજની યુવા પેઢીને મારો સદેશ છે કે જયારે કઈ નવું કરવા જઈ રહ્યા છે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી નવા જીવનમાં પોતાનો પગ માંડે એમને એમના પોતાના પરનો વિશ્ર્વાસ કાયમ પણે નિશ્ર્ચય પણે જાળવી રાખવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.