Abtak Media Google News

કામદાર નર્સિંગ કોલેજ રાજકોટના વિદ્યાર્થીઓને રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત રૂ.૧૦૦૦ પગાર ચૂકવાશે

કોરોના વાયરસની બીમારી સામે લડનાર લડવૈયાની મુખ્ય ભુમિકામા નર્સ છે. રાજકોટ શહેરમા વધી રહેલ કોરોના સંક્રમણ અનુસંધાનો સિવિલ હોસ્પિટલ રાજકોટ ઉપરાત ખાનગી અને કોવિડ સેન્ટરમા ઘટનાં પડે તે માટે તાજેતરમા જ સિવિલ હોસ્પિટલ, રાજકોટની જગ્યાઓએ નસિંગની કામગીરી માટે કામદાર નસિંગ, રાજકોટના ૧૦ વિદ્યાર્થીઓને ઓનાલાઇન તથા ઓફલાઇન તાલીમ આપવામાં આવી, કોલેજના વિદ્યાર્થીઓ ભાઇઓ તથા બહેનોમાં ચાવડા અ‚ના, ગંધ ઉર્મી, જાદવ દિવ્યા, કોથાડીયા હેમલ, માંગલીકા દિપીકા, રાઠોસ પ્રિતી, રાઠોડ રાહુલ, સીંગરખીયા વિશાલ, સોનદરવા હસમુખ, ઝાખરા મુસ્કાનએ તાલીમ પુરી કરી સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે જોડાયા છે. કોલેજના સ્ટાફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. અને આ વિદ્યાર્થી વોરીયર્સને કામદાર નસિંગ કોલેજ ટ્રસ્ટી પરેશભાઇ કામદાર અને આચાર્ય ડો. પ્રીયેશ જૈન તરફથી વિદ્યાર્થી વોરીયર્સને કામદાર નસિંગ કોલેજ ટ્રસ્ટી પરેશભાઇ કામદાર અને આચાર્ય ડો. પ્રીયેશ જૈન તરફથી વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.