Abtak Media Google News

સૌરાષ્ટ્રે આવકવેરા વિભાગની તિજોરી છલકાવી દીધી છે. ખાસ કરીને રાજકોટે તેમાં ૨૦૧૬-૧૭માં ૮૦૦ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૨૮૦ કરોડ ભર્યા છે.

આ સિવાય સુરત ૨૦૧૬-૧૭માં ૩૭૦૦ કરોડ, ૨૦૧૭-૧૮માં ૫૦૦૦ કરોડ, બરોડા ૨૦૧૬-૧૭માં ૪૮૦૦ કરોડ, ૨૦૧૭-૧૮માં ૬૦૦૦ કરોડ તેમજ અમદાવાદના કરદાતાઓએ ૨૦૧૬-૧૭માં ૧૦,૧૦૦ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૧,૫૭૫ કરોડ આવકવેરો ભર્યો છે.

છેલ્લા એક વર્ષમાં ઈન્કમટેકસ કલેકશનમાં સૌરાષ્ટ્ર ઝોનની આવકમાં વર્તમાન નાણાકીય વર્ષમાં વધારો થયો છે. ઈન્કમ ટેકસ સૌરાષ્ટ્ર ઝોનનું તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીનું કલેકશન ૧૨૮૦ કરોડ છે જે ગત નાણાકીય વર્ષની તુલનામાં ૬૦ ટકા વધારે છે. જોકે સૌરાષ્ટ્ર ઝોન સિવાય એટલે કે રાજકોટ ઈન્કમ ટેકસ કચેરી હેઠળ નોંધાયેલા આંકડાની તુલનામાં સુરત, બરોડા, અમદાવાદ ટીડીએસના આંકડા પણ નોંધપાત્ર છે. ૨૦૧૬-૧૭માં ટીડીએસનો આંકડો ૭,૪૦૦ કરોડ હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૯,૫૦૦ કરોડ થયો.

મોદી સરકારે આવકવેરા મામલે કડકાઈ વર્તી છે. ખાસ કરીને નાણામંત્રાલયે તમામ કેટેગરીના લોકોને રડાર હેઠળ લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ઝોન પણ તેમાંથી બાકાત નથી. ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર ઝોન હેઠળ ૮ જિલ્લાઓ આવેલ છે. જેમાં રાજકોટ ઝોનનો ઈન્કમ ટેકસ કલેકશનનો આંકડો ગત નાણાકીય વર્ષમાં ૮૦૦ કરોડ હતો જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને ૧૨૮૦ કરોડ થયો છે. આ વધારો આશરે ૬૦ ટકા છે.

ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે તેમની કચેરીઓને ૪ ઝોનમાં વેચેલી છે. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ ઝોન, અમદાવાદ ઝોન, બરોડા ઝોન અને સુરત ઝોન છે. રાજકોટ ઝોન હેઠળ સૌરાષ્ટ્રના ૪ જિલ્લાઓ આવે છે. જયારે સુરેન્દ્રનગર અમદાવાદ ઝોન હેઠળ છે. ઈન્કમ ટેકસ કલેકશનના મામલે અમદાવાદ ગુજરાત રાજયમાં સૌથી ટોચ પર છે. ૨૦૧૬-૧૭માં અમદાવાદ ઝોનના કરદાતાઓએ ૧૦,૧૦૦ કરોડ ‚પિયા આવકવેરો ભર્યો હતો જયારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં અમદાવાદ ઝોન હેઠળ આવતા જિલ્લાઓના કરદાતાઓએ ૧૧,૫૭૫ કરોડ ‚પિયાની રકમ વેરા પેટે ભરીને ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટની તિજોરી છલકાવી દીધી છે. ત્યારબાદ ડાયમંડ સિટી સુરતનો ક્રમ આવે છે. સુરત ઝોને ૨૦૧૬-૧૭માં ૩૭૦૦ કરોડ વેરો ભર્યો હતો. જયારે ૨૦૧૭-૧૮માં તેમાં વધારો કરીને આ આંકડો ૫,૦૦૦ કરોડ ‚પિયાએ પહોંચી ગયો હતો. બરોડા ઝોન હેઠળ આવતા જિલ્લાઓના કરદાતાઓએ ૨૦૧૬-૧૭માં ૪,૮૦૦ કરોડ ‚પિયા વેરો ભર્યો છે તો ૨૦૧૭-૧૮માં ૬૦૦૦ કરોડ ‚પિયા જેટલો અધધધ આવક વેરો ભર્યો હતો. રાજકોટ ચીફ કમિશનર (આઈ.ટી) વિનોદકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આવકવેરામાં વધારો થયો છે. ઓપરેશન કલીન મનીનું પરીણામ દેખાઈ રહયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.