Abtak Media Google News

દસ દિવસના સ્પોર્ટ્સ કાર્નિવલની પુર્ણાહુતી : રાજ્યભરના ૬૫૦ ખેલાડીઓએ લોન ટેનિસ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુકર, સ્વિમિંગ જેવી સ્પર્ધાઓમાં દાખવ્યુ કૌવત

મોરબીના ઇડન હિલ્સ ખાતે ઓપન ફોર ઓલ ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલ ભવ્યતાથી સંપન્ન થયો છે. દસ દિવસના આ કાર્નિવલમાં કોમનવેલ્થ જેવો માહોલ જોવા મળ્યો હતો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ, લોન ટેનિસ અને બાસ્કેટ બોલ સહિતની અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ભરના ૬૫૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબીના રવાપર- ઘુંનડા રોડ પર આવેલ ઇડન હિલ્સ બંગ્લોઝ ખાતે આવેલ ઇડન કલબ દ્વારા આગામી તા. ૧૦મેં થી ૨૦ મેં દરમિયાન ઇડન કલબ ખાતે ઓપન ફોર ઓલ ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્ડ તેમજ ઇનડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ, લોન ટેનિસ, બાસ્કેટબોલ સહિતની રમત રાખવામાં આવી હતી.

મોરબીમાં પ્રથમ વખત આ પ્રકારના ભવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ માટે તમામ વ્યવસ્થા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. કુલ ૭ સ્પર્ધાઓમાં ૬૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોરબી, રાજકોટ, જામનગર, ધ્રોલ, જસદણ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના અનેક શહેરોમાંથી ખેલાડીઓ આ કાર્નિવલમાં ભાગ લેવા માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા.

બેડમિન્ટન સિંગલ્સમાં મિત અવાડિયા, હિત દવે, હુઝેફા લોટિયા, મોસીન સુમરા, સાવન દલસાણીયા, પૂર્વીલ ગોરસિયા, અલિશભાઈ ગાંધી, જ્યેન્દ્રભાઈ ડેલવાડિયા, ઉદયકુમાર અડેસરા, કાવ્યા મારવણીયા, ઈશા પોપટ, તીર્થિ રંગપરિયા, પાર્થવી પડીયા, શૈલી દવે, મીતા ખાચરોલા, બેડમિન્ટન ડબલ્સમાં મીત અવાડિયા, હિત દવે, સન્ની ધમાસણા, પાર્થ પટેલ, ભાર્ગવ વડાલીયા, હર્ષ સંજા, હર્ષ જોશી, ક્રિષ્ના પટેલ, ધરમ સંજા, દર્શીલ બારસિયા, માર્ટિન ઝાલરિયા, વિવેક અદરોજા, જ્યેન્દ્રભાઈ ડેલવાડિયા, ઉદયકુમાર આડેસરા, કાવ્યા મારવણીયા, ઈશા પોપટ, પાર્થવી પડીયા, શૈલી દવે, મિતા કાછરોલા, સિમરનબેન વિજેતા થયા હતા.

ટેબલ ટેનિસમાં મિહિર ગોસાઈ, આયુષ ભીમાણી, ડેનિશ ખોખાની, કશ્યપ કોરીંગા, ધાર્મિક કથરાણી, પરમ પટેલ, કુમારસિંહ જાડેજા, જયેશભાઇ પટેલ, તુલેશભાઈ પટેલ, ઉર્વશી ચોરલા, સ્નૂકરમાં રવિ ફેફર, નિશિત સરાડવા, હાર્દિક અદરોજા, સ્વિમિંગમાં કરણ રૌત, પ્રતીક નાગર, જવાન તન્ના, નરેશ પરમાર, ડો.અમિત વાઘેલા, રવિ ડાભી, જીગ્નેશ અઘારા, રિપસા જાની, કૃપા કક્કડ, વિશ્વા પરમાર, મયત્રી જોશી વિજેતા થયા હતા.

વોલીબોલ શૂટીંગમાં પ્રથમ ઉમા સ્પોર્ટ-૧ , દ્વિતીય ઉમા સ્પોર્ટ-બી અને તૃતીય ઉમિયા -એ ટીમ રહી હતી. વોલીબોલ પાસિંગમાં લિટલ જાયન્ટ ટીમ, ન્યૂ એરા ટીમ, આર.ડી.વી.એ., માર્ટિન ટીમ, લૉ ટેનિસમાં અનિકેત જ્યોતિકર, દીપાંશુ જ્યોતિકર, રીશી પવાહડિયા, અર્પિત ફૂલતરિયા, ઉમેશ ગોહિલ, નવદીપ ઘોડાસરા, ધર્મેશ જોષી વિજેતા રહ્યા હતા. તમામ વિજેતાઓને મેડલ અને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સ્પોર્ટ્સ કાર્નિવલના આયોજક ઇડન હિલ્સના ઓનર રાજુભાઈ ધમાસણાએ જણાવ્યું હતું કે, યુવાનો સહિતનાઓમાં રહેલી શક્તિ બહાર આવે તે માટે આ સ્પોટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી કક્ષાએ રહેલી પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તેમજ આગામી ઉપરી લેવલ માટે ખેલાડીઓને પ્રેક્ટિસ થાય તેવા હેતુ થી કાર્નિવલ યોજવામા આવ્યો હતો. આ કાર્નિવલમાં ખેલાડીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તે જોઈને અમારો પણ ઉત્સાહ વધ્યો છે. આગામી દિવસોમાં પણ આવી અવનવી પ્રવૃતિઓ ચાલુ રાખવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.