લો સ્કોરિંગ મેચમાં મનના બળિયા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનમાં પાકે મેદાન માર્યું 

છેલ્લી ઓવર સુધી મેચ જામ્યો : અંતે પાકે 5 વિકેટે વિજય મેળવ્યો 

ટી-20 વિશ્વ કપમાં દરેક મેચ અત્યંત રોમાંચક ભર્યા જોવા મળી રહ્યા છે ત્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ અત્યંત રોમાંચક જોવા મળ્યો હતો જેમાં પાકિસ્તાને છેલ્લી ઓવર સુધી મેચને લઇ જાય અંતે વિજય મેળવ્યો હતો કહી શકાય કે લો સ્કોરિંગ મેચમાં મનના બળીયા એવા ન્યૂઝીલેન્ડ અને પાકને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ભલે મેચ લો સ્કોરિંગ માં રૂપાંતરિત થયો હોય.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરીશ રાઉફે ઘાતક બોલિંગ કરતા ૨૨ રનમાં ચાર વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડ ને ઉપર ધકેલી દીધું હતું. પાકિસ્તાન ટોસ જીતી સર્વ પ્રથમ ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું ત્યારે પાકિસ્તાનના તમામ બોલરો દ્વારા ચુસ્ત બોલી કરવામાં આવતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 8 વિકેટની નુક્સાનીએ માત્ર ૧૩૪ રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાન તરફથી શાહિન  આફ્રિદી, ઇમાદ વસીમ અને મોહમ્મદ હાફિઝએ 1-1 વિકેટ ઝડપી હતી.

135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પાંચ વિકેટ ગુમાવતા હાસલ કર્યો હતો જેમાં મોહમ્મદ રિઝવાન 33 રન, સોયબ મલિક 26 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે આસિફ અલીએ પણ મહત્વપૂર્ણ 27 રન નોંધાવ્યા હતા. ભારત બાદ ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનના બોલરોએ હમ ફાળવી દીધા હતા અને આયોજન બદ્ધ રીતે બોલિંગ કરી વિપક્ષી ટીમને બે ફૂટ પર ધકેલી દીધી હતી હાલ બી ગ્રુપમાં પાકિસ્તાન બે મેચમાં બે જીત સાથે મોખરે છે.

ત્યારે પાકિસ્તાની ટીમ વિશ્વ કપના સેમીફાઈનલ માં રમે એ વાત પણ હાલના તબક્કે નક્કી થઈ ચૂકી છે. ત્યારે બી ગ્રુપમાં બાકી રહેલા મેચો જે પાકિસ્તાન દ્વારા રમવાના છે તે ટીમ નબળી હોવાથી પાકિસ્તાનને પોઇન્ટ ટેબલમાં મોખરે રહેવા માટે સાનુકૂળતા રહેશે ત્યારે પાકિસ્તાનના સુકાની દ્વારા તેમના દરેક ખેલાડીઓને તે વાત પણ કરવામાં આવી છે કે દરેક જીતને બનાવવી જરૂરી છે પરંતુ ઓવર કોન્ફિડન્સ ન રાખવો જોઈએ