ગત વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝનું ‘અણધડ’ આયોજન ને લીધે ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જવાની શક્યતા

સાઉથ આફ્રિકા સામેની મેચમાં વિન્ડીઝનો આઠ વિકેટે પરાજય

ચાલુ ટી-૨૦ વિશ્વ કપમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ના મેચમાં આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને 8 રીતે પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા વિન્ડિઝને બેટીંગમાં ઉતાર્યું હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડિઝે વિન્ડિઝને બેટીંગમાં ઉતાર્યું હતુ. ઓપનર લુઈસે ૩૫ બોલમાં ૩ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૫૬ રન ફટકાર્યા હતા.

પોલાર્ડે ૨૦ બોલમાં ૨૬ રન કર્યા હતા.સામે આફ્રિકા તરફથી  પ્રેટોરિઅસે ૧૭ રનમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના પર આજે પાછળનું મુખ્ય કારણ એ છે કે ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે સહેજ પર યોગ્ય નથી પરિણામે કારમો પરાજય સ્વીકારવો પડયો હતો અને હાલની સ્થિતિને જોતા એ વાત સામે આવે છે કે કદાચ આ જ પરિસ્થિતિ રહી તો વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટૂર્નામેન્ટની બહાર ફેકાઈ જશે.

જીતવા માટેના ૧૪૪ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા સાઉથ આફ્રિકાએ માત્ર ૪ રનના સ્કોર પર ઓપનર કેપ્ટન બવુમાને ગુમાવ્યો હતો. જે પછી હેન્ડ્રિક્સ ૩૯ અને ડેર ડુસેને ૫૭ રનની ભાગીદારી કરી હતી. હેન્ડ્રિક્સની વિકેટ પડી તેની સાથે ડેર ડુસેન સાથે માર્કરામ જોડાયો હતો. તેમની વચ્ચે ૫૪ બોલમાં અણનમ ૮૩ રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

માર્કરામે ૨૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૫૧ રન નોંધાવ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકાના બોલરો અને બેટ્સમેનોના શાનદાર દેખાવને સહારે વિન્ડિઝ સામે ૧૦ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૪૪ના ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ માત્ર ૧૮.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામ ૨૬ બોલમાં ૫૧ અને ડેર ડુસેન ૫૧ બોલમાં ૪૩ રને નોટઆઉટ રહ્યા હતા.