Abtak Media Google News

70-રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકના  કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરા દ્વારા વોર્ડ નં.14 માં જનસંપર્ક પદયાત્રા: લોકોનું પ્રચંડ સમર્થન

70 રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર  હિતેશભાઈ વોરા દ્વારા વોર્ડ નં.14માં જલારામચોક, પટેલ વાડી, વાણીયાવાડી, શ્રમજીવી સોસાયટી, ગોપાલનગર, સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં લોકોએ મોંઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચારથી ત્રાહિમામ પોકારી ગયાં છીએ તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હવે પરિવર્તન કરવા ઇચ્છીએ તેવું જણાવ્યું હતું. આ તકે  70-રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકના કોંગી  ઉમેદવાર હિતેષભાઈ વોરાએ જણાવ્યું હતું પદયાત્રામાં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોઈ-અનુભવી છે.  લલુડી વોકડી વિસ્તારમાં પાણી ભરાવવાના પ્રશ્નો છે.

Dsc 5498

આરોગ્યના પ્રશ્નો, આ મત ક્ષેત્રમાં કોઈ વિકાસ કામો થયા નથી. રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ કંગાળ હાલતમાં છે. વાસ્તવમાં આ વિસ્તારમાં લોકોની સમશ્યાઓની હારમાળા સર્જાય છે.

કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચારેતરફ જય નજર કરો ત્યાં પ્રશ્નો, પ્રશ્નો અને પ્રશ્નો જ સર્જાયેલા છે. અપરંપાર મુદાઓ છે જે તાકીદનો હલ માંગે છે. જનતા મોંઘવારી થી ત્રાસી ગઈ છે. ત્યારે પ્રચાર દરમ્યાન લોકો કહી રહ્યા છે કે તેઓ ભાજપ સરકારથી થાકી ગયા છીએ. જે રીતે લોકો સમર્થન અને સંપૂર્ણ ટેકાનું વચન આપી રહ્યા છે એ જોતા અહી મારી જીત નિશ્ચિત  છે. તેમજ પ્રજા વિરોધી સરકારની ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી.

Dsc 5521

આ પદયાત્રા માં વોર્ડ પ્રમુખ બીજલભાઈ ચાવડીયા, દીપેનભાઈ ભગદેવ, ભાર્ગવભાઈ પઢીયાર, વીડી પટેલ, નાગજીભાઈ વિરાણી, રવિભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, અહેશાનભાઈ ચૌહાણ, જયેશભાઈ કાકડિયા, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સરલાબેન પાટડિયા, રિદ્ધીબેન ગૌસ્વામી, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા, સાગર દાફડા, સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.