Abtak Media Google News

અધ્યક્ષ પ્રોફેસર ડો.યોગેશ જોગસણને મનોવિજ્ઞાન વિષયમાં વિવિધ પુસ્તકો લખવા બદલ બેસ્ટ બુક પબ્લીકેશન એવોર્ડ એનાયત કરાયો

તારીખ 8 અને 9માર્ચના રોજ એસ.પી.યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે એક રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર વિવિધ રાજ્યમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો આ કોન્ફરન્સની મુખ્ય થીમ એ માનસિક સ્વાસ્થ્ય ઉપર રહી હતી અને જેની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો સહિત કુલ 24 લોકોએ ભાગ લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કર્યુ હતું. કોન્ફરન્સ નું ઉદ્ઘાટન એસ.પી. યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલ હસ્તક કરવામાં આવ્યું હતું. જેમાં વિષયના વિવિધ તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ કરીને ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશનના પ્રેસિડેન્ટે આ કોન્ફરન્સને ખૂબ જ બિરદાવી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ કોન્ફરન્સમાં અલગ અલગ પ્રકારના એવોર્ડ મેળવી અને યુનિવર્સિટી નો ડંકો વગાડેલ હતો. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડો.યોગેશ જોગસણને મનોવિજ્ઞાન વિષયમાં વિવિધ પુસ્તકો લખવા બદલ બેસ્ટ બુક પબ્લીકેશન એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો.અધ્યાપક ડો. ધારા આર દોશીને રાજકોટ જિલ્લામાં કોવિડ સમયે અને ત્યારબાદ પણ સામાજિક સેવા કરવા માટે સોશિયલ એક્ટિવિટી નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

વિદ્યાર્થીઓમાં પ્રેસિડેન્ટ્સ એક્સિલન્સ એવોર્ડ કે જે ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસીએશન તરફથી કોન્ફરન્સ ની અંદર ખૂબ સારું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા માટે આપવામાં આવે છે તેમાં મનોવિજ્ઞાન ભવનના પાંચ વિદ્યાર્થીઓએ આ એવોર્ડ જીતી બાજી મારી હતી. પ્રેસિડન્સ એક્સિલન્સ એવોર્ડ 2024 મેળવનાર વિદ્યાર્થીઓમાં વરુ જિજ્ઞા, ગોંડલીયા હર્ષા, દિલીપ રાણવા, રીંકલ વિંઝુડા, છૈયા પ્રવિણા નો સમાવેશ થયો.અધ્યાપકોની કેટેગરીમાં ડો.ધારા આર દોશીને પ્રેસિડન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોને વિવિધ એવોર્ડ મળવા બદલ ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસીએશન પ્રેસિડેન્ટ તર્નીજીએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને, ડો. સમીર પટેલ, સાવિત્રીબાઈ યુનિવર્સિટી માંથી પધારેલ રાજેન્દ્ર મસ્કે વિવિધ અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને શુભેચ્છા પાઠવી હતી. આમ નેશનલ કોન્ફરન્સ ની અંદર મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ અને અધ્યાપકોએ કુલ આઠ એવોર્ડ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું ગૌરવ વધારેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.