Abtak Media Google News

શાપર, કોટડા સાંગાણી, જેતપુર, ગોંડલ અને જામકંડોરણામાં જુગારધામ પોલીસ ત્રાટકી: રૂ.૧.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા એસ.પી. બલરામ ઝીણાએ આપેલી સુચનાને પગલે આઠ સ્થળે જુગારના દરોડો પાડયા જેમાં કંડોરણા, જેતપુર, શાપર, કોટડા સાંગાણી અને ગોંડલ પંકમાં જુગટુ રમતા નવ મહિલા સહિત ૪૩ શખ્સોની ધરપકડ કરી રોકડ, બાઈક અને મોબાઈલ મળી રૂ.૧.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી વિગત મુજબ જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે જાહેર જુગાર રમતા નરેન્દ્ર દેવા સાકરડા, પરસોત્તમ મેઘા, બટુક બચુ, ભુપત ગીગન ખાંભલા, રામજી લખમણ અને કાનજી મુંગા સારકડાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૧૯૪૫૦ કબજે કર્યા હતા.

શાપર પોલીસ મકના સ્ટાફે પિતૃ કૃપા હોટલ પાછળ જાહેરમાં જુગાર રમતા સંજય ગાડુ વાજા, કુકા લક્ષ્મણ મુંધવા, કુકા લક્ષ્મણ મુંધવા, જયંતિ મેપા સોલંકી અને અનિલ માધા ડોડીયાની ધરપકડ કરી રોકડ, બાઈક અને મોબાઈલ મળી રૂ.૫૧૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તેમજ શિતળા મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મહેશ ખુશાલ વેગડા, શિવા ગોવિંદ સોયા, કિશોર હરસુખ નિમાવત, જગદીશ ગોવિંદ સોયા, સંજય વાલજી મકવાણા, રોહિત રેવા મકવાણા, ભાવેશ ગોવિંદ મકવાણા, દિનેશ ખુશબ વેગડા અને બાબુ ગણેશ વાઘેલાની ધરપકડ કરી રૂ.૨૫૭૦૦ રોકડ કબ્જે કર્યા હતા.

લોધીકાના કાંગશીયાળી સરદાર રાઈટસની સામે ખુલ્લામાં જુગાર રમતી સેજલબેન જયેશભાઈ પિત્રોડા, ઈલાબેન જયંતિ રામાણી, વનીતાબેન જગદીશભાઈ પટેલ, પૂર્વીબેન દિપક પટેલ અને વર્ષાબેન રાજેન્દ્રગીરી ગૌસ્વામીની ધરપકડ કરી રોકડા રૂ.૫૧૦૦ કબ્જે કર્યા હતા.

જેતપુરના સરદાર ચોક કેનાલ કાંઠે જાહેરમાં જુગાર રમતો અરજણ દેવા સોલંકી અને કિશન વિનુ સોલંકીની ૨૨૦૦ રોકડ સાથે ધરપકડ કરી હતી. તેમજ જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામે જુગટુ ખેલતા બાબુ ભીમા દોંગા, છગન બચુ સરવૈયા અને ચિમદા નુરામ પરમારની ધરપકડ કરી રોકડા રૂ.૬૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યા.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે જાહેરમાં જુગાર રમતા ચંદુ હકા ભાદાણી, ભાવેશ ભાણા ડાંગર, રમેશ ઓધડ કોળી, બટુક કેશુ મકવાણા અને હરી ભુરા રામાણી નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૧૪૮૦૦ રોકડા કબજે કર્યા હતા.

કોટડા સાંગાણીમાં જાહેરમાં જુગાર રમતા શંભુ ગોરધન પ્રજાપતિ, જગદીશ  ધીરૂ પટેલ, મહેશ સવજી પટેલ, વિરેન્દ્ર રણછોડ પટેલ, ચંદુ ઉકા સાવલીયા, સંદીપ છગન સોરઠીયા, દિલીપ લાલજી વઘાસીયા અને ભાવેશ બાબુ સોજીત્રાની ધરપકડ કરી રોકડા રૂ ૬૧૫૦ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.