Abtak Media Google News

છેલ્લા 42થી વધુ વર્ષથી અવિરતપણે ચાલતી દેશની પુરાણી ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ તથા નવયુગ યુવા ગ્રુપ દ્વારા નવયુગ ગરબી દર વર્ષે નવરાત્રી મહોત્સવ ખુબ જ ભકિતભાવ પુર્વક ધામધુમથી ઉજવે છે સાથે સાથે ધર્મભક્તિ અને રાષ્ટ્રભકિતનો સુમેળ કર્યો છે. આજના ડીસ્કો પાર્ટી પ્લોટના યુગમાં પ્રેકટીસ કરી નાની નાની બાળાઓ મંડપમાં રાસ રમતી એ ગરબીઓ લુપ્ત થતી જાય છે બંધ થતી જાય છે

ત્યારે નવયુગ ગરબીએ આજે પણ એ જુના રીત રીવાજ મુજબની એક મહિના સુધી જુદા-જુદા પ્રાચીન રાસની પ્રેકટીસ કરાવી સંગીતમાં પણ આધુનીક સંગીતના સાધનોને બદલે હારમોનીયમ, ઢોલ, તબલા, સાથે રાસ રમાડવાની પરંપરા જાળવી રાખી  છે. આવી ગરબી ઉપલેટામાં હાલમાં એકમાત્ર ગરબી  રહી છે.

છેલ્લા એકાદ માસથી પ્રેકટીસ કરી માતાજીની આરાધના કરે છે. આ ઉપરાંત 30 થી વધુ નાના નાના બાળકોનો વેશભુષાનો ફેન્સી રાસ પણ તૈયાર કરવામાં આવ્યો છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

ઉપરાંત ડાકલાના કાળી ડાંડીના ડમરાના આકર્ષક રાસમાં લોબાનના ધુપ વચ્ચે આ રાસમાં માતાજી દ્વારા મહીસાસુર રાક્ષસનો વધ તથા રાષ્ટ્રભકિતનું ગીત ‘આ દેશની ધરતી પર એવા હતા નરબંકા’નો રાસ પણ જોવો એ એક લ્હાવો છે.

આ ગરબીમાં મુખ્ય સંગીતકાર અને ગાયકો પત્રકાર પરિવાર છે જે ભારે રંગત જમાવે છે તેમજ દરરોજ શહેરના જુદા જુદા આગેવાનો દ્વારા શાસ્ત્રોકત વિધીથી પુજન અર્ચન કરવામાં આવે છે.આ મહોત્સવને નગરપાલીકાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવાના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ છે.

આ પ્રસંગે મામલતદાર મહાવદીયા, પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, સભાપતી જેન્તીભાઈ ગજેરા, હરપાલસિંહ જાડેજા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ ગણાત્રા, જીજ્ઞેશ ડેર, સહીત પત્રકારો, આગેવાનો હાજર રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.