Abtak Media Google News

વાંકાનેરમાં ભત્રીજી વિષે વાત કરતા અમુક ઈસમોને ટોકતા ઈસમો ઇશ્કેરાઇ ગયા હતા અને આધેડને ઇંટોના ધા મારી ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં આરોગ્યનગર જ્ઞાન ગંગાવાળી શેરીમાં રહેતા સંજયભાઇ જીવણભાઇ વીરાણીનાં ભાઇની દીકરીની વાતો જીગ્નેભાઇ ભાયલાલભાઇ પતરીયા નામનો આરોપી કરતો હોય તે બાબતે ફરિયાદી સંજયભાઇએ ઠપકો આપવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળોબોલી ઝપા-ઝપી કરી ફરિયાદીને માથાના ભાગે ઇટનો ધા કરી અને વાસામા તથા જમણા હાથે ઇંટોના ધા કરી મુઢ માર મારી, મારી નાખવાની  ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.