Abtak Media Google News

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા હાલ કોવિડ-૧૯ કોરોના મહામારી અનુલક્ષી ને લોકડાઉન જાહેર થયેલ છે, જેની અસર ભારત ના અર્થતંત્ર ઉપર થયેલ છે, આ મહામારી ના કારણે કરોડો લોકો ને આર્થિક હાલાકી નો સામનો કરવો પડે છે, આવા ખુબજ કપરા સમયમાં રાજય સરકાર દ્વારા રાજય ની પ્રજાને આર્થિક હાલાકી નું સામનો ન કરવો પડે તેવા શુભ આસાય થી ગરીબો, વંચિતો, દલિતો,  નાના વેપારીઓ, ખેડૂતો, મધ્યમવર્ગ ના લોકો, સાગરખેડૂતો, દૂધ મંડળીના ઉત્પાદકો, વગેરે લોકો માટે આર્થિક પેકેજ જાહેર કરેલ છે, આ હકારાત્મક નિર્ણય ની સાથે આ આર્થિક પેકેજ માં એડવોકેટ મિત્રોને સમાવેશ કરવામાં આવે, કારણ કે ગુજરાત માં કુલ આશરે ૮૫૦૦૦/ એડવોકેટ મિત્રોની સંખ્યા હશે, તેમાં ૫% એડવોકેટ મિત્રો આર્થિક રીતે સધ્ધર અને કેપેબલ હશે, અને કોવિડ-૧૯ કોરોના મહામારી ના લોકડાઉન ના કારણે ગુજરાત ના સંખ્યા બંધ એડવોકેટ મિત્રો આર્થિક હાલાકી નો  સામનો કરી રહિયા છે, રાજ્ય ના એડવોકેટ મિત્રો એ દરેક સમયે કાયદો અને વ્યવસ્થા જાળવણી અને રાજ્ય ની પ્રજાના તથા સરકારશ્રી ના તમામ પ્રશ્નો ના સુખદ નિરાકરણ માટે એડવોકેટ મિત્રો ત્યાર અને તત્પર રહે છે,

આ તમામ બાબતો ધ્યાને આવતા ૯૦-સોમનાથના યુવા અને લોકલાડીલા  ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગુજરાતના બાર કાઉન્સીલ એડવોકેટ મિત્રો માટે જાહેર કરેલ આર્થિક પેકેજ માં સમાવેશ કરી તમામ એડવોકેટ મિત્રોના બેન્ક એકાઉન્ટ માં સહાય રૂપે રૂપિયા, ૨૦૦૦૦/ અંકે રૂપિયા વીસ હજાર પૂરા જમા કરવામાં આવે, તથા રાજ્ય ના જરૂરિયાત વાળા એડવોકેટ મિત્રોને રૂપિયા ૫ લાખ ( અંકે પાંચ લાખ ) ની વાર્ષિક ૨% ના વ્યાજદરે આર્થિક પેકેજના ભાગરૂપે લોન સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવેલ તેવું અખબાર યાદી દ્વારા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.