Abtak Media Google News

બોલીવૂડની સુપરએકટ્રેસ ‘ઉમરાવજાન’ રેખાએ ‘પદ્માવત’ને ભેટ મોકલી છે. રેખાએ દીપિકા પડુકોનને એક પત્ર અને ગિફટ મોકલાવી છે. જો કે તેમાં શું છે તે હજુ જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે તેમાં નવવારી સાડી હશે.

Advertisement

રાણી પદ્માવતીનો રોલ કરવા બદલ દિપિકાની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે. આ સિવાય અમિતાભ બચ્ચને પણ દીપિકાને પ્રસંશા પત્ર અને પુષ્પગુચ્છ મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દીપિકા અને અમિતાભે ફિલ્મ ‘પીકુ’માં સાથે કામ કર્યું હતુ. અમિતાભનો પત્ર મેળવીને દિપિકાએ કહ્યું કે મને ફિલ્મ ‘પદ્માવત’ માટે સૌથી મોટો એવોર્ડ મળી ગયો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફિલ્મ ‘પદ્માવત’એ રૂપીયા ૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.દીપિકાએ રેખાથી મળેલા પત્ર અને ગિફટ અંગે પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું હતુ કે રેખાજીનો પત્ર હૃદયસ્પર્શી છે. તેમણે પદ્માવતીની ભૂમિકાની મૂકત મને પ્રસંશા કરી છે.રેખા અને અમિતાભ ઉપરાંત રીષી કપૂર અને નીતુ કપૂરે પણ દીપિકાને પુષ્પગુચ્છ મોકલ્યા હતા તેની સાથે લેબલમાં લખ્યું હતુ કે ‘એકસેલન્ટ વર્ક, વેરી પ્રાઉડ ઓફ યૂ’ દીપિકા ઈન્સ્ટાગ્રામ પર રેખાએ મોકલેલી ગિફટની તસવીર શેર કરી છે.બાય ધ વે, દીપિકા આગામી ફિલ્મ વિશાલ ભારદ્વાજ સાથે કરે તેવી સંભાવના છે. અત્યારે તો તે ફિલ્મ ‘પદ્માવત’ની સફળતાનો આનંદ માણી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.