Abtak Media Google News
  • ચોથો ટેસ્ટ રસપ્રદ તબ્બક્કમાં
  • ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 353 રનમાં સમેટાઈ : ભારતને 100 રનની લીડ લેવી જરૂરી

રાચી ખાતે રમાઈ રહેલો ચોથો ટેસ્ટ મેચ અત્યંત રસપ્રદ તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં ભારત માટે જરૂરી એ છે કે તે પ્રથમ ઈનિંગમાં લીડ લઈ મેચ ઉપર પકડ મેળવે. પ્રથમ મિનિંગ્સની જો વાત કરવામાં આવે તો ભારતના બોલરોએ ઇંગ્લેન્ડના ખેલાડીઓને 353 રનમાં જ પવેલિયન મોકલી દીધા હતા ત્યારે ભારતને 100 રનની લીડ લેવી ખૂબ જરૂરી છે. ભારતની પ્રથમ ઈનિંગ પણ શરૂ થઈ ચૂકી છે અને ટીમને ચાર રન જ પ્રથમ ઝટકો સુકાની રોહિત શર્માના નામે  લાગ્યો છે.

ટેસ્ટ મેચની સીરીઝમાં ઇંગ્લેન્ડ સામે ભારત બે એક થી આગળ ચાલી રહ્યું છે. ગઈકાલે રાચી ખાતે ચોથો ટેસ્ટ મેચ શરૂ થયો હતો જેમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ટીમ માટે ખોટો સાબિત થયો છે. ટેસ્ટમાં ડેબ્યૂ કરેલ આકાશદીપ એ શરૂઆતની ત્રણ વિકેટ ઝડપી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘુંટાણીએ પાડી દીધા હતા. એક તરફ ઇંગ્લેન્ડની અડધી ટીમ 112 રનમાં જ પવેલિયન પરત ફરી હતી.

પરંતુ જો રૂટની સૂઝબૂચ ભરી રમતના કારણે ભારતીય બોલરો સામે વળતી લડત આપી હતી. ભારત માટે ચોથો ટેસ્ટ કપરો બનશે કે કેમ તે આવનારો સમય જ નક્કી કરશે પરંતુ ભારતીય બોલરોની બોલીંગના પગલે ઇંગ્લેન્ડની ટીમ બીજા દિવસની પ્રથમ કલાકમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને 353 રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી સર્વાધિક રવિન્દ્ર જાડેજા એ ચાર વિકેટ ઝડપી હતી, તો આકાશદીપે ત્રણ વિકેટ અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.

આકાશદીપને મળેલી ત્રણ વિકેટો સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરી.

ભારતના ફાસ્ટ બોલર આકાશ દીપે 2015 માં મૃત્યુ પામેલા તેના પિતાને ટેસ્ટ ડેબ્યૂમાં તેની ત્રણ વિકેટની શાનદાર રમત સમર્પિત કરી અને કહ્યું કે તે “જીવનમાં કંઈક બનવા”ના તેના પિતાના સ્વપ્નને સાકાર કરીને ખુશ છે. આકાશ દીપના પિતા રામજી સિંહને લકવો થયો અને છ મહિનાની અંદર, ક્રિકેટરે વારાણસીની હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનો મોટો ભાઈ ગુમાવ્યો. ચોથી ટેસ્ટના પહેલા દિવસ બાદ આકાશ દીપે પત્રકારોને કહ્યું, “એક વર્ષમાં મારા પિતા અને ભાઈને ગુમાવ્યા પછી, મેં વિચાર્યું કે મારે કંઈક કરવું જોઈએ, પછી હું ક્રિકેટ રમવા માટે બહાર આવ્યો. મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું.” જીતવા માટે ત્યાં છે.”  ઈંગ્લેન્ડ.27 વર્ષીય ખેલાડીએ તેની ટેસ્ટ ડેબ્યૂમાં સ્વપ્નદ્રષ્ટિથી બોલિંગ કરી અને 3/70ના આંકડા સાથે ઈંગ્લેન્ડના ટોચના ત્રણ બેટ્સમેનોને તોડી પાડ્યા.

ઇંગ્લેન્ડ સામે અશ્વિને 100 વિકેટ ઝડપી રેકોર્ડ સર્જ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચી ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચના પ્રથમ દિવસે, ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને જોની બેયરસ્ટોને એલબી આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો. ખરેખર આર. અશ્વિન વિશ્વનો ચોથો ખેલાડી બની ગયો છે જેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 100 વિકેટ લેવા ઉપરાંત એક હજાર રન પણ પૂરા કર્યા છે. અશ્વિન પહેલા માત્ર ગેરી સોબર્સ, જ્યોર્જ ગિફેન અને મોન્ટી નોબલ આવી અનોખી સફળતા મેળવી શક્યા હતા. આર. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને રાજકોટના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી, જે તેની 98મી ટેસ્ટ મેચ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.