Abtak Media Google News

સ્મૃતિ મંધના દ્વારા શાનદાર ૧૦૬ રન: ‘પ્લેયર ઓફ ધ મેચ’

આઈસીસી ક્રિકેટ વુમન્સ વર્લ્ડ કપમાં ગઈકાલે ઓપ્નર સ્મૃતિ મંધનાએ ઈંગ્લેન્ડ સામે ચુકી ગયેલ સેન્ચુરી વેસ્ટ ઈન્ડીઝ સામે ધુંવાધાર ૧૦૬ રન સાથે ફટકારી વેસ્ટ ઈન્ડીઝને ૭ વિકેટે પરાજય આપવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

૧૮૪ રનના ટાર્ગેટ સામે ભારતને ૪૫ દડા બાકી હતા ત્યારે જ અન્ય ઓપનર મંધના સાથે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. તેણે જે કસર ઈંગ્લેન્ડના મેચમાં છોડી હતી તેનો વેસ્ટ ઈન્ડીઝ સામે ઘટ વાળ્યો હતો. તેણે ૧૩ ફોર એ ૨ સિકસ ફટકાર્યા હતા. તેનાજ પગલે મિતાલી રાજે ૪૬ રન કર્યા બાદ મંધનાએ ૧૦૮ રન ફટકાર્યા હતા. મિતાલીને હાફ સેન્ચુરી કરવામાં સફળતા ન મળી હતી અને માત્ર ચાર રન બાકી હતા ત્યારે આઉટ થઈ ગઈ હતી. તેને લુપી ઓફ બ્રેક બોલરને આઉટ કરવાનો મોકો આપ્યો હતો.

યુવા ખેલાડી મંધના હવે તેને આઉટ કરવા માટે મોકો આપવા માગતી ન હોય તેતો પાર્કમાં ચો-તરફ શાનદાર ફટકાબાજી દ્વારા નોંધનીય સ્કોર મેળવ્યો હતો. જયારે શનીલા કોનલ દ્વારા એક શોર્ટ મરાયો ત્યારે તેણે મીડ વિકેટમાં બેકફ્રુટ દ્વારા શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. તેમજ વારંવાર ફટકાબાજી દ્વારા ઓફસોટમાં પણ સુંદર શોટ ફટકાર્યા હતા તો ઓન સાઈડમાં પણ સફળ રહી હતી.

વન-ડે ઈન્ટરનેશનલમાં બીજી સેન્ચુરી વખતે સ્ટેફની ટેઈલર દ્વારા બોલીંગ સામે તેણે ૧૦૫ દડામાં ૧૦૦ રન ઝડી દીધા હતા. તેણે કોઈપણ જાતના દબાણ અનુભવ્યા વિના સરળતાથી આ સ્કોર કર્યો હતો.

તેણે ૧૩ બાઉન્ડ્રી જડીને મેચને પૂર્ણ કરી જીત અપાવી હતી તેમજ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.