Abtak Media Google News

ખાસ પસંદગી પામેલા વર્ગ માટે નિયમો હળવા થશે

ભારત દ્વારા વિઝાના માળખામાં ફેરફાર કરી નિયમો હળવા બનાવવાની વિચારણા થઇ રહી છે. વિદેશી ઉદ્યોગકારો અને સંશોધકો માટેના દ્વારા ખુલ્લા મુકવા માટે આ પગલુ ભરવામાં આવી રહ્યું છે. સીનીયર સરકારી અધિકારીએ જણાવ્યા અનુસાર નીતીઆયોગમાં આ અંગે ઉચ્ચસ્તરે ચર્ચા કરી ભવિષ્યમાં ખાસ પસંદગી પામેલ વર્ગ માટે ખાસ નિયમ ઘડી અમલમાં લાવવા વિચારણા કરવામાં આવી છે.

દેશના વિકાસ માટે સંશોધનમાં માનવ મુડીરોકાણ એ મહત્વનું પાસુ માનવામાં આવે છે. વિશિષ્ટ આવડત આયાત કરી  પ્રોત્સાહન પુરુ પાડી તંદુરસ્ત હરીફાઇ સર્જી દેશની આવડતમાં પણ વધારો કરી શકાય છે. એવું સિનીયર અધિકારીએ જણાવ્યું હતું તેમના મતે આ અમલવારીને કેન્દ્રીય સ્તરે અમલમાં લાવીને વિદેશી ટેકનોલોજી અને સંધોકનનો ઉ૫યોગ કરી શકાય છે. તેમજ સંશોધન ક્ષેત્રે દેશની આવડત વધારી શકાય છે. બીજુ ભારતને પણ વિઝા માટેની અરજીના દસ્તાવેજોની ચકાસણી કરી આવી ખાસ આવડત ધરાવતા લોકોને પ્રોત્સાહીત કરી આગામી વર્ષે ખાસ નીતિ દ્વારા ૨૦૨૦ સુધીમાં અમલમાં લાવવાની જ‚ર છે.

દેશમાં સંશોધન કે ઉદ્યોગ માટે આવતા મુલાકાતીઓએ પોલીસને વાર્ષિક આવેદન પાઠવી કેટલા સમય બાદ તેઓ પરત ફરશે તે અંગેની જાણ કરવી પડે છે. તેમણે તેમના દેશમાં પરત ફર્યા બાદ વીઝા રીન્યુ કરી શકાય તેવી કે વસવાટ કરી શકાય તે માટે કોઇ નીતિ અમલમાં નથી. જયારે ભારતમાં સંશોધન ક્ષેત્ર માટે મોટા ભાગની વિઝાની અરજીઓ આવતી હોય છે. તેમને વધુ છ મહિના રોકાણ માટે છુટ મળતી નથી. તેનું કારણ સંશોધકોના વિઝા માટે સીમીત નીતિ છે. અને તેના માટે થોડો સમય જોઇએ છે.

સંશોધન અને એન્ટરપ્રિનર્સ માટે વિશેષજ્ઞ ત‚ણ ખન્ના દ્વારા એન.આર.આઇ.ના કૌશલ્યને ખેંચી લાવવા માટે મેન્ટર શીપ, સ્કીલ ડેવલપમેન્ટ અને એકસપર્ટાઇઝ માટે નિયમો અમલમાં લાવવા ભલામણ કરવામાં આવી છે. આયોગ દ્વારા આગામી ત્રણ વર્ષોમાં તે બાબત અમલમાં લાવવા માળખુ બનાવવામાં આવ્યું છે.

પહેલાની સરકાર દ્વારા તે માટે ઘણું કાર્ય થયું છે. જયારે મોદી સરકાર દ્વારા પણ એન્ટરપ્રિનર્સ  ને છુટ આપી સર્વાગી વિકાસ માટે ના સારી કામગીરી થઇ છે. આ અંગેની ગંભીરતાથી કામગીરી માટે પ્રોત્સાહક નીતિ ગત વર્ષે જ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ૧૯ દિશા સુચનો દ્વારા ૧૦,૦૦૦ કરોડનો રોકાણ ને અર્થતંત્રમાં વિકાસ માટે કાર્યરત કરવામાં આવ્યા છે.

તેમાં વધારાનો વેગ અટલ ઇનોવેશન મિશન હેઠળ ૫૦૦ અટલ લેબોરેટરી શાળાઓમાં અને ૧૦૦ અટલ કેન્દ્રો ઉભા કરી વશ્ર્વિક સંશોધનકારોને આકર્ષવા માટે પડકાર ઉભો કરવામાં આવ્યો હતો.

નીતિ આયોગે સુચવ્યા છે તે આંકડા મુજબ ભારતને હજુ બમણો વિકાસ જ‚રી છે. સંધોકકીય વિઝામાં ૨૦૨૦ સુધીમાં ૧૦,૫૦૦ નું લાક્ષ્યાંક છે. જે ગત વર્ષે ૪,૭૫૦ જ હતું. હાલ તેને પુરતુ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમજ અર્થતંત્રને વધુ મજબુત બનાવવા સંશોધકો અને નવા એન્ટરપ્રિનર્સને આકર્ષવાથી હજુ પણ અર્થતંત્રને વધુ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.