Abtak Media Google News

૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલ વર્ટીકલ બ્રિજ ૧૦૪ વર્ષ જૂના ‘પવન’ બ્રિજની જગ્યા લેશે: ચાર વર્ષમાં તૈયાર થશે

બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવેલા બોગીબીલ બ્રીજના સફળ પ્રત્યાર્પણ બાદ હવે ભારતનો પ્રથમ વર્ટીકલ લીફટ બ્રીજ તૈયાર થવા જઈ રહ્યો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે રેલવે અરબ સાગરમાં રામેશ્વરમને જોડવા માટે દેશમાં પહેલો વર્ટીકલ લિફબ્રીજનું નિર્માણ કરશે. જે જહાજ અને સ્ટીમરોને કોઈપણ અડચણ વગર પસાર થવામાં મદદ રૂપ થશે.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે બે કિલોમીટર લાંબા પુલ પર ૨૫૦ કરોડ રૂપીયાના ખર્ચે આ બ્રીજ બનાવવામાં આવશે જેમાં ૬૩ મિટર લાંબી એક વર્ટીકલ લીફટ હશે જે જહાજોનાં ઉપયોગની અનુભતી આપશે. આ બ્રીજ આગામી ચાર વર્ષમાં તૈયાર થશે અને રામસેતુની યાત્રાના શરૂઆતના બિંદુ સમાન પંબન દ્વિપ અને રામસુકોડીમાં રામેશ્વરમ વચ્ચે નવી રેલવે લીંક સાથે હિન્દુ તીર્થ યાત્રીઓને રામેશ્વરમ સુધી જવા મદદ કરશે.

મહત્વનું છે કે પૂલને નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે. એક ચક્રવાતે ૧૯૬૪માં બંને તરફની રેલ વીકને નષ્ટ કરી દીધી હતી અને ત્યારથી આ લીંકને ફરીથી પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસ થઈ રહ્યા છે. આ અંગે વધુ જણાવતા અધિકારીને કહ્યું કે ૨.૦૫૮ મીટરની કુલ લંબાઈ વાળો પુલ હાલ કાર્યરત છે. આ પુલ ૧૦૪ વર્ષ જૂનો છે. અને હવે તે જર્જરીત થઈ ગયો હોવાથી તેને બદલવાની જરૂર છે. કેમકે આ પુલ અવરજવર માટે યોગ્ય નથી. નવનિર્માણ પામવા જઈ રહેલા વર્ટીકલ બ્રીજમાં રોલીંગ લિફટ ટેકનીક છે જેમાં કુલ ક્ષેત્રીજ રૂપે ખૂલે છે. અ ને જયારે જહાજ પસાર થઈ જાય ત્યારે ઓટોમેટીક આ બ્રીજની લીફટ બંધ થઈ જાય છે. લીફટનો ૬૩ મીટરનોએક હિસ્સો ડેકની સમાનતર શેષ ઉપરની તરફ ખુલશે આ પ્રત્યેક છોર પર સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે.

મહત્વનું છે કે આ નવા પુલમાં ૧૮.૩ મીટરના ૧૦૦ સ્પેન અને ૬૩ મીટરના એક નેવિગેશનલ સ્પેંન હશે આ પુલ સમુદ્રના સ્તરથી ૨૨ મીટર ઉપર હશે અને ડબલ લાઈન હશે સાથે જ હાલ જે પુલ છે તેની સરખામણીમાં ત્રણ મીટર વધુ ઉંચો હશે પુલનું ઉપ નિર્માણ ડબલ લાઈન માટે થશે અને નેવિગેશનલ સ્પાનમાં ડબલ લાઈન જરૂરી છે. અધિકારીએ કહ્યું કે નૌવહન અવધિ સહિત આખો પુલ રેલવેના વિધુતીકરણની યોજનાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયો છે. પુલમાં ઈલેટ્રોમેકીનીકલ નિયંત્રીત સિસ્ટમ હશે જો ટ્રેન નિયંત્રણ પ્રણાલીઓને ઈટર લોક માટે લગાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.