Abtak Media Google News

આઈપીએલ ૨૦૧૮માં પૃથ્વી શોનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેણે સૌથી ઓછી ઉંમરમાં આઈપીએલમાં ફિફ્ટી મારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક વો એ પૃથ્વી શોની ટેક્નીકની સરખાણી સચિન તેંડુલકર સાથે કરી છે.

Mark Waughc માર્કના મતે જ્યારે તમે પૃથ્વી શોને રમતા જોશો, તો સૌથી પહેલા તેની ટેક્નીક પર ધ્યાન જાય છે. લાગે છે કે જાણે સચિન જ રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે ૧૨૮ ટેસ્ટ મેચમાં ૮૦૨૯ રન બનાવનારા માર્કે વધુમાં કહ્યું કે, પૃથ્વી શોની બેટ પકડવાની રીત, ક્રિઝ પર ઊભા રહેવાવું અને વિકેટની ચારેય બાજુ શોટ્સ રમવા તે સચિનની યાદ અપાવે છે.

આઈપીએલમાં પૃથ્વીએ સૌથી ઓછી ઉંમરમાં આઈપીએલમાં ફિફ્ટી લગાવવના સંજૂ સેમસનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૃથ્વીએ કેકેઆર સામે ૪૪ બોલમાં ૬૨ રનની ઈનિંગ રમી હતી. આ પહેલા સેમસને ૨૦૧૩માં ૧૮ વર્ષ ૧૬૯ દિવસની ઉંમરમાં ફિફ્ટી મારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.