Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બારડોલી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કરમસદથી કરાવ્યો એકતા યાત્રાનો આરંભ

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ સદરદાર વલ્લભભાઇ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટીનું આગામી ૩૧મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૂર્વ આજથી રાજય સરકાર દ્વારા એકતા યાત્રાના પ્રથમ તબકકાનો આરંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બારડોલી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યભરમાં બે તબક્કામાં એકતાયાત્રા યોજાશે : રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે. ૧૦ હજાર ગામોમાં ૫૦ થી વધુ એકતાર પરિભ્રમણ કરશે. યાત્રા દરમિયાન ગામોમાં રનું ભવ્ય સ્વાગત કરાશે.

એક્તાના શપ લેવડાવાશે. પ્રથમ તબક્કો ૨૦મી ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ચાર ઝોનમાં યાત્રા યોજાશે. બીજો તબક્કો ૧૨ નવેમ્બરથી ૨૧મી નવેમ્બર દરમિયાન યોજાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સુરતના બારડોલીથી એકતાયાત્રાનો શુભારંભ કરાવશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં એકતાયાત્રા યોજીને સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ઘેર-ઘેર ગુંજતો કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

આ એકતાયાત્રાના પ્રથમ તબક્કામાં પાંચ હજાર ગામોને આવરી લેવામાં આવશે. આ એકતાયાત્રા અંગેની વિગતો આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ૧૯ ઓક્ટોબર  ગુરૂવારે રાજ્યના પાંચ ઝોનમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે.

આજે મુખ્યમંત્રી બારડોલી ઝોનમાં, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ કરમસદ ઝોનમાં, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ ઝોનમાં, તેમજ ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, શિક્ષણ મંત્રી અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે ભાવનગર ઝોનમાંથી એકતાયાત્રા શરૂ કરાવી હતી.

આવતીકાલે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જીલ્લામાં, કુંવરજીભાઇ બાવળીયા સુરેન્દ્રનગર, જીલ્લામાં, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી જુનાગઢ જીલ્લામાંથી એકતા યાત્રાનો આરંભ કરાવશે.

ગુજરાત વિધાનસભા દંડક શ્રી ભરતસિંહ ડાભી મહેસાણા જિલ્લામાં, કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુ – જામનગર, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંહ ચુડાસમા – આણંદ, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ  સાબરકાંઠા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ  બોટાદ, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા  તાપી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા  રાજકોટ, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોર પાટણ જિલ્લામાં ઉપસ્થિત રહેશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર  નવસારી, પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા  સુરેન્દ્રનગર, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા  અમદાવાદ, સિંચાઇ રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ  બનાસકાંઠા, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલકી તથા મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે  ભાવનગર, ગ્રામગૃહ નિર્માણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ  દાહોદ, કૃષિ રાજ્યમંત્રી જયદ્રસિંહ પરમાર  પંચમહાલ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ  ભરૂચ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર  કચ્છ, વન રાજ્યમંત્રી રમણલાલ પાટકર  વલસાડ અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી  સુરત જિલ્લામાં ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી  વડોદરા, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ  ખેડા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજા  મોરબી, રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીન  ગાંધીનગર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત  અરવલ્લી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ અધ્યક્ષ મુળુભાઈ બેરા  દેવભૂમિ દ્વારકા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (ગુજરાત પ્રદેશ)ના અધ્યક્ષ સરદારસિંહ બારૈયા  ડાંગ, ગુજરાત રાજ્ય બિન અમનામત વર્ગ શૈક્ષણિક અને ર્આકિ વિકાસ નિગમના અધ્યક્ષ બી.એચ. ઘોડાસરા  અમરેલી, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ ડી. ડી. પટેલ  નર્મદા, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેક્નોલોજી સંસના અધ્યક્ષ દલસુખ પ્રજાપતિ  છોટાઉદેપુર, ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના અધ્યક્ષ મેઘજીભાઈ કણજારીયા  પોરંબદર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠક  મહીસાગર, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખ ભંડેરી  જૂનાગઢ અને ગુજરાત રાજ્ય બીજ નિગમના અધ્યક્ષ રાજેશભાઈ જોટવા ગીર સોમના જિલ્લામાં ઉપસ્થિત રહેશે.

રાજ્યમાં યોજાનાર આ એકતાયાત્રાનો પ્રથમ તબક્કો તા.૨૦મી ઓક્ટોબર થી ૨૯મી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન યોજાશે. યાત્રાનો બીજો તબક્કો ૧૨મી નવેમ્બર-૨૦૧૮ થી ૨૧ નવેમ્બર-૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ તબક્કામાં ૫૦૦૦ ગામો તથા બીજા તબક્કામાં ૫૦૦૦ ગામોને આવરી લેવાશે. રાત્રી રોકાણના ગામમાં જાહેરસભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજનપણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.