Abtak Media Google News

ઇનપુટ ટેક્સ ક્રેડિટના નિયમમાં નાણાં મંત્રાલયએ ફેરફાર કર્યો !!!

દિન પ્રતિ દિન સરકાર જીએસટી અને આવકવેરામાં અનેક બદલાવને ફેરફાર કરે છે ત્યારે ફરી એક વખત સરકારે જીએસટી ના નિયમમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી જીએસટી પેઢીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગમે તે સમયે તેને ક્લેમ કરવામાં આવતી હતી. પરંતુ હવે જે તે પેઢીના વિક્ર્તા જો સમયસર જીએસટી નહીં ભરે તો જે તે પેઢી ને તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત આપવાની રહેશે એટલે કહી શકાય કે તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જતી રહેશે.

કાયદાકીય ભાષામાં જો સમજાવવામાં આવે તો જે કોઈ પેઢીના વિક્રેતા એટલે કે સપ્લાયર જીએસટીનો કર સપ્ટેમ્બર 30 સુધીમાં ભરપાઈ ન કરેલો હોય અથવા તો કોઈ પણ કારણોસર તે ભરી શક્યા ન હોય તો તેના બદલે તે ગત નાણાકીય વર્ષમાં પ્રેમ કરેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને સરભર કરવાની રહેશે એટલે કે જતી કરી દેવી પડશે. નાણામંત્રાલયે હવે ઉજાગરા કરવાનું બંધ કરી જે તે જીએસટી પેઢીઓને તાકીદ કરી છે કે પેઢીના જે કોઈ સપ્લાયર હોય તે પોતાનો જીએસટી ભરવામાં નિષ્ફળ નિવડિયા હોય અથવા તો કોઈ પણ કારણોસર કરયો ન હોય તો હવે જીએસટી પેઢી ને આઈટીસી નહીં મળે એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેમ તે નહીં કરી શકે.

જીએસટીના નિયમોમાં સતત ફેરબદલ આવવાના કારણે ઉદ્યોગકારોમાં જ ઘણી અસમાનજસની સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે આગામી બજેટમાં જીએસટી ના નિયમોને વધુ સરળ બનાવવામાં આવે તો ઘણા પ્રશ્નોનું ત્વરિત નિવારણ શક્ય બનશે અને જે લીટીગેશનના પ્રશ્નો જીએસટીમાં ઊભા થઈ રહ્યા છે તે નહીં થાય. વાતની ગંભીરતાને લઈ વિવિધ ઔદ્યોગિક એસોસિએશન એ નાણામંત્રાલય અને જીએસટી કાઉન્સિલને રજૂઆત પણ કરી છે અને જણાવ્યું છે કે તેમના દ્વારા બનાવવામાં આવતા નીતિ નિયમોને હળવા કરવામાં આવે જેના કારણે ઉદ્યોગકારોને કોઈ તકલીફનો સામનો ન થાય અને તેઓ સુચારું રૂપથી ઉદ્યોગ ચલાવી શકે અને સરકારને પણ યોગ્ય રીતે કરની આવક મળે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટના મામલે કરવામાં આવેલા બદલાવમાં હજુ એક બદલાવ કરાય તો આ નિર્ણય અત્યંત આવકાર્ય : પાર્થ ગણાત્રા

ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટના પાર્થભાઈ ગણતરાય જણાવ્યું હતું કે નાણામંત્રાલય દ્વારા જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે જે નિયમો બદલ્યા છે તેમાં માત્ર એક નાનો ફેરફાર કરવાની જરૂર છે જો એ કરવામાં આવે તો ઉદ્યોગો માટે આ ખૂબ સારા સમાચાર સાબિત થશે. તેઓના જણાવ્યા મુજબ હવે જીએસટીમાં આવતા 2એમાં જ્ઞ અને પૂર્તિ ખરાઈ કર્યા બાદ જ કોઈ નિર્ણય જીએસટી એ લેવો જોઈએ જો આ કરવામાં આવશે તો ઉદ્યોગકારોને ઘણો ફાયદો પહોંચે સાથોસાથ તેઓએ ઉદ્યોગકારોને પણ સતત રહેવા અને જાગૃત રહેવા જણાવ્યું છે. નાણામંત્રાલય દ્વારા જે નિયમોમાં બદલાવ લાવવામાં આવ્યો તે નિયમ આ પૂર્વે વેટમાં પણ હતો પરંતુ ઓનલાઇન પ્રક્રિયા શરૂ થઈ હોવાના કારણે નિયમ ઝડપથી લોકો અને ઉદ્યોગકારો સુધી પહોંચે છે અને તેનાથી તેઓ જાગૃત પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.