Abtak Media Google News

આજે ‘વચનામૃત’ની ૧૯૯મી જન્મજયંતિ

સ્વામીનારાયણ ભગવાને આપેલ ઉપદેશ, જીવન જીવવાની જડીબુટ્ટી ગ્રહણ પ્રશ્નોની સરળ ભાષામાં સમજુતિ અને માનવ જીવનના પ્રશ્નોનું નિરાકરણ આ ગ્રંથમાં સામેલ

ભગવાન સ્વામીનારાયણ સંવત ૧૮૩૭ ના ચૈત્રસુદ ૯ ના દિવસે આ પૃથ્વી ઉપર પધાર્યા છપૈયાની જન્મ ભૂમિ પાવન કરી અગ્યાર વર્ષની ઉમરે સાત વર્ષ સુધી વન વિચરણ કર્યુ અને અઢાર વર્ષની ઉમરે વર્ણી વર્ષે સૌરાષ્ટ્રનાલોએજ ગામે પધારી ત્યાં મુકતાનંદ સ્વામી અને સંતો સાથે રહી આશ્રમને પાવન કર્યો

Advertisement

.પીપલાણા ગામે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો. જેતપુર ગામે ગાદી ઉપર બિરાજયા અને ત્યારબાદ જીવન જીવવાની અને મોક્ષ માર્ગની ચાવી બતાવી પ૦૦ પરમહંસ કર્યા. ગઢડાને ગોકુલ સમમાની ત્રીસ ત્રીસ વર્ષ સુધી રહ્યાં. સ્વહસ્તે મંદીર બનાવી દેવોની સ્થાપના કરી તેમાં સદાય રહેશે. એવો કોલ આપ્યો. અમદાવાદ, વડતાલ, ગઢડા, ભુજ, જુનાગઢ અને ધોલેરાના મંદીરોના કલાકૃતિનો ઉત્તમ નમુના રહ્યા છે. આજે બસો બસોવર્ષ થયા પણ એક પણ કાંગરો ખળ્યા વિના અડીખમ ઉભા છે તે પ્રભુ કૃપાનું ફળ છે.

ભગવાન સ્વામીનારાયણ ગઢડા, વડતાલ, કારીયાણી, અમદાવાદ, સારંગપુર, શ્રીલોયા, શ્રી પંચાળા, અસલાલી, જેતલપુર વગેરે જગ્યાએ જે ઉપદેશ આપ્યો તે વચન મૃતમાં ૨૬૨ વચના મૃતમાં સંગ્રહાયેલો છે. સ્વામીનારાયણ ભગવાને સૌ પ્રથમ વચનામૃત ગઢડા દાદાખાચરના દરબારમાંસવત ૧૮૭૬ મી જન્મ જયંતિ છે એના અનુસંધાને સારાય સંપ્રદાયમાં વચના મૃતનું સ્વામીનારાયણ ભગવાને માનવ જીવનના પ્રશ્નોનું સરળ ભાષામાં નિરાકરણ કર્યુ છે.શ્રીજી મહારાજે જે જે જગ્યાએ ઉપદેશ આપ્યો તેને મહુકતાનંદસ્વામી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામીએ સંપાદન કરી વચનામૃતમ ગ્રંથ તરીકે સંગ્રહિત કર્યો.

2 27

વચનામૃતની ૧૯૯ મી જન્મ જયંતિએ શ્રીસ્વામી નારાયણ ગુરુકુલ રાજકોટમાં સવારના સમયે વચનામૃતનો સંગ્રહ પાઠ વાંચન રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો હાજર રહી વચનામૃતનો પાઠ વાચન કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે વચનામૃતનું પુજન તથા આરતી કરવામાં આવેલ. આ પ્રસંગે ગુરુ સ્થાને બિરાજતા પ.પૂ. સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત ભકતોને સંબોધતા જણાવ્યું કે માનવજાતના આત્મ કલ્યાણનો માર્ગ સરળ બનાવવા ભગવાનસ્વામીનારાયણે કૃપા વાકતરુપ ઉપદેશ ગંગા વહાવી છે. તે વચનામૃતમાં સંગ્રહાયેલ છે.

વચનામૃતનમાં ૧૦૯ પાત્રો અને પૌરાણિક પાત્રો રુપ ભકતો, અવતારો ઋષિમુનિ વિષયક ૧૩૭ પાત્રોનો ગૂઢ પરિચય વચનામૃતમાં છે. સ્વામીજીએવિશેષમાં જણાવેલ કે વચનામૃતએ સર્વે શાસ્ત્રોનો સાર છે. વચનામૃત આઘ્યાત્મ જીવનનોઅમૂલ્ય ખજાનો છે. તે પારસમણિ તુલ્ય છે. તેના સ્પર્શથી જીવન ધન્ય બની જાય છે. આપણા સદભાગ્ય છે કે આપણને સુખદ સમાધાન કરાવતો આ ગ્રંથ મળ્યો છે શ્રઘ્ધા, મહીમા, નિયમ, નિશ્વય, યજ્ઞ, ઉપાસના , ભકિત વગેરેનો સાર સાગયરના ઉૅડાણમાંથી સત્વ કઢાય તેમ કાઢેલ છે. સૌ એ વચનામૃતનુંપાન કરવું જ જોઇએ.

3 22

આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રિયદાસજીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વચનામૃત એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ ગદ્ય પુસ્તક છે.સ્વામીનારાયણ ભગવાને આપેલ ઉપદેશ, જીવન જીવવાની જડ્ડીબુટ્ટી ગહનપ્રશ્નોને સરળ ભાષામાં સમજુતી આપી માનવ જીવન પર મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતવાચતા વાચતા જીવનમાં આનંદ આવે છે. આવતા વર્ષે ર૦૦ મી વચનામૃત જયંતિ ઉજવવાની છે ત્યારે સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ- સુરત તથા તેની વિવિધ  શાખાઓ દ્વારા વધારેમાં વધારે વચના મૃતગ્રંથનું પઠન થાય તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

આ પ્રસંગે સુરતના ધર્મવલ્લભદાસજીસ્વામીએ પ૦૦૦૦ વચનામૃતનું પઠન થાય છે. તથા વચનામૃત કથાની પારાયણ થાય એવું આયોજન ગોઠવેલછે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.