Abtak Media Google News

રાજયમાં પ્રથમ વખત ઇન્ટર સ્કુલ ટી-ર૦ ડે નાઇટનું મેચનું આયોજન

દિલ્હી પબ્લીક સ્કુલ (મહેમાન) દ્વારા અન્ડર-૧૬ ટી-૨૦ સીઝન બોલ ઇન્ટર સ્કુલ જુના ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં ગુજરાતની અલગ અલગ ૧ર સ્કુલની ટીમોઓ ભાગ લીધેલ છે. દિલ્હી પબલીક સ્કુલ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન ૨૭ ડીસે. થી ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના મુખ્ય આકર્ષણ છે. દિલ્હી પબ્લીક સ્કુલ નોર્થ ગુજરાતની પ્રથમ સ્કુલ છે. જેમાં ગ્રાઉન્ડમાં કાયમી ફલ્ડ લાઇટસ ની ફેસેલીટી ધરાવે છે. ર૭ ડીસે.  ના રોજ સાંજે ૫.૩૦ કલાકે ફલ્ડ લાઇટસનું ઉદઘાટન નિલકંઠ સ્ટીલના ચેરમેન ચંદ્રશેખર અયાચી, સુબોધભાઇ (ડાયરેકટર દિલ્હી પબલીક સ્કુલ), શ્રીમતિ ગીરજા અયાચી, શ્રીમતિ સીમા શર્મા (પ્રીન્સીપાલ દિલ્હી પબ્લીક સ્કુલ મહેસાણા) દ્વારા કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા માટે નકુલભાઇ અયાચી (મેનેજીંગ ડાયરેકટર) દિલ્હી પબ્લીક સ્કુલ મહેસાણા અને સમગ્ર સ્ટાફ મેમ્બર્સ બની જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.