Abtak Media Google News

નકલી માર્કશીટ સાથે નિલેશ સાવલિયાની ધરપકડ : 11 વર્ષથી રેકેટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ

સિંગણપોર પોલીસે રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે. તેની પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે. જે માર્કશીટ નિલેશ પોતે બનાવતો નહતો, પરંતુ ઉત્તરપ્રદેશના ફરીદાબાદનો મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી. આ સમગ્ર રેકેટ વર્ષ 2011 થી જ ચાલતું હતું.

Advertisement

આ બાબતથી સામે આવ્યું કે, સુરતમાં એક એજન્ટ સામેલ છે તો પછી ભારતભરમાં અલગ અલગ એજન્ટ શામેલ હોય શકે છે. આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોઈ શકે છે. આ સિવાય અલગ અલગ યુનિવર્સીટી અને શિક્ષણ બોર્ડની બનાવટી માર્કશીટ મળી આવી છે. પૂછપરછમાં બહાર આવ્યું કે, નિલેશ મંગણ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા છે. વર્ષ 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે. બંને આરોપીઓ વચ્ચે અલગ અલગ ડોક્યુમેન્ટ પ્રમાણે પૈસા લેવામાં આવતા હતા. 20 હજારથી લઈને 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતા હતા. આ ઉપરાંત, 2011 થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી હતી. તે તમામ લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, આજરોજ સવારે સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 420, 464, 467 471, 120ઇ હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. જેમાં, એક વ્યક્તિ અક્ષર નામનો જે વેડરોડ વિસ્તારમાં રહે છે. જેઓની ગઈકાલે જ કેરળના તીરમપુરમમાં ત્યાંની પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ડુબ્લીકેટ માર્કશીટ સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા નિલેશ સાવલિયા દ્વારા બનાવવામાં આવી હતી. જે મામલે ત્યાંની પોલીસે અહીં જાણ કરતા આજરોજ બપોરે આરોપી નિલેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પોલીસને અલગ-અલગ યુનિવર્સિટીની 137 બનાવટી માર્કશીટ મળી આવી છે. તે પોલીસને અક્ષરે જણાવ્યું હતું કે, તે 12 મું ધોરણ પણ પાસ થયો નથી, પરંતુ તેને ઉચ્ચ અભ્યાસ માટે ઈટલી જવું હતું, જેથી તેણે રૂપિયા 60,000 આપીને આરોપી નિલેશનો કોન્ટેક્ટ કરીને બનાવડાવ્યો હતો, પરંતુ વિઝાની પ્રોસેસમાં જ્યારે માર્કશીટની વેરીફાઇ કરવામાં આવ્યું ત્યારે માર્કશીટ ડુબલીકેટ નીકળી હતી. એટલે કેરળના તીરમપુરાના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું કે, આરોપી નિલેશ 2011માં યસ એજ્યુકેશન એકેડમીનો ક્લાસ ચાલુ કર્યો હતો. જેમાં આવા જરૂરિયાત મંદ લોકોને તે ડુબ્લીકેટ માર્કશીટ બનાવી આપતો હતો, પરંતુ આવા ડુબ્લીકેટ માર્કશીટ, ડોક્યુમેન્ટ, ડિગ્રી, તે ઉત્તરપ્રદેશના ફરીદાબાદમાં રહેતો મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશને મોકલવામાં આવતી હતી. નિલેશ મનોજના કોન્ટેકમાં છેલ્લા 2011 થી હતો. અહીંથી નિલેશ જે પ્રકારે તમામ વિગતો મોકલતો હતો, તે પ્રમાણે તમામ પ્રકારની ડુબ્લીકેટ માર્કશીટ તે બનાવી આપતો હતો. આ માર્કશીટ ઉપર વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. પોલીસે કહ્યું કે, હાલ અમારી પાસે ફક્ત નિલેશ છે, જે એજન્ટ તરીકે કામ કરે છે. છેલ્લા 2011 થી તેણે કેટલી બધી ડિગ્રીઓ તો કોને કોને આપી છે અને ભારતભરમાં અલગ અલગ એજન્ટ શામેલ છે. આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે પોલીસે ઉંડાણપૂર્વકની શરૂ કરી છે

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.