Abtak Media Google News

સાગરખેડૂઓ માટે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સનો પણ આરંભ:  રાજ્યના દરેક નાગરિકને ૧૦૮ મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપાતકાલ-અકસ્માત જેવી ઘટનાઓમાં તત્કાલ આરોગ્ય સેવા મદદ માટે ટેકનોલોજીના વિનિયોગી ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનનું લોચીંગ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતનો આ નવો આયામ પ્લેટિનમ અવરમાં અમૂલ્ય માનવ જીવન બચાવવાનો સક્ષમ પર્યાય બનશે.

Advertisement

વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્તિીમાં ૧૦૮ મોબાઇલ એપ લોન્ચીંગ સો જ સાગરખેડૂ-બંધુઓને સારવાર સુવિધાની ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ તેમજ નવી ૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સવાનનો પ્રજાપર્ણ કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનમાં પાંચ મોડયુલ છે અને તે ઇન્ટીગ્રેટેડ હોવાી અકસ્માત, ઇજા કે અન્ય આપાતકાલમાં વાતચીત-પેપર વર્કનો તેમજ સારવાર સ્ળ સુધી પહોચાડવાનો જે સમય જાય છે તે નિવારી શકાશે.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકને આ ૧૦૮ મોબાઇલ એપ ડાઉનલોડ કરી લેવાની હાર્દભરી અપિલ કરતાં ઉમેર્યુ કે, ઇમરજન્સીના સમયે આખી મેડિકલ સેવાઓ નાગરિકોની મૂઠીમાં હોય તેવી નેમ આ લોકોપયોગી એપ્લીકેશનની છે. તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યની ચાર હજાર હોસ્પિટલો આ એપ્લીકેશન સો ઇન્ટરલીન્કડ હોવાી ઘટના સ્ળની નજીકના સ્ળની સરકારી-ખાનગી સારવાર સુવિધા, બ્લડ બેન્ક જેવી આવશ્યક સેવાઓની યાદી તૂર્ત જ ઉપલબ્ધ વાી યોગ્ય નિર્ણય લઇ સારવાર માટેની વ્યવસ કરવામાં અગ્રતા રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોની મેડીકલ હિસ્ટરી પણ સ્માર્ટ ફોનમાં ડેટારૂપે ઉપલબ્ધ બનાવી પેપરલેસ હેલ્ ફેસેલીટીની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં તેમણે જન સેવાની ઉદાત ભાવનાી ર૦૦૭માં શરૂ કરેલી ૧૦૮ સેવામાં આ સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આજે આપાતકાલમાં પ્રત્યેક સેક્ધડનો બચાવ અને માનવીની અમૂલ્ય જીંદગીને બચાવી લેવા માટે હોલિસ્ટીક એપ્રોચી આયોજનો વ્યાપક સ્વરૂપે વિસ્તાર્યા છે.Rrrrr1વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રતિવર્ષ ૭ થી ૮ હજાર લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ આંકડો ઘટાડી શકાય તેવા ભાવી ૧૦૮ સેવાઓમાં ટેકનોલોજી ઉપયોગ સહિતના નવા આયામો જોડયા છે. તેમણે રાજ્ય સરકારે ધનવન્તરી આરોગ્ય ર દ્વારા શ્રમિકોના કામકાજના સ્ળે જઇને આરોગ્ય સેવાઓ, મૂંગા અબોલ પશુજીવોની સારવાર માટે ૧૯૬ર કરૂણા એમ્બ્યુલન્સ સેવાઓ, મા અમૃતમ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સહાય જેવા રાજ્ય સરકારના વિવિધ સફળ આરોગ્યલક્ષી પ્રયોગોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના આરોગ્ય તંત્રે સીમાચિહ્નરૂપ સેવાનો આજી પ્રારંભ યો છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે ૧૦૮ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા હતા પણ આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. માત્ર પ૦ જેટલી એમ્બ્યુલન્સી શરૂ યેલી સેવા આજે પ૮પ એમ્બ્યુલન્સ સુધી પહોંચી છે. સો સો ખિલખિલાટ સેવાી પ્રસૂતા માતાઓને સુવિધા પુરી પાડી છે.

અત્યાર સુધી ૮૭ લાખી વધુ દર્દીઓને હોસ્પિટલે વિનામૂલ્યે પહોચાડયા છે તે જ પુરવાર કરેછે કે રાજ્ય સરકાર પ્રજાની આરોગ્ય સેવા માટે કટિબધ્ધ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સો ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ લોકોને મળે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતના ૪૮ કલાકમાં રૂ. પ૦ હજારની મર્યાદામાં સારવાર ખર્ચ આપવાની યોજના રાજ્ય સરકારે તાજેતરમાં શરૂ કરી છે. આ ગોલ્ડન અવર સ્કીમ લોકોને ખુબ ઉપયોગી નીવડશે એમ તેમણે ઉમેર્યુ હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરતમાં ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારે પ્રવૃત માછીમારો માછીમારી પ્રવૃતિી ર્આકિ ઉપાર્જન કરે છે. ૧.૪૦ લાખી વધુ માછીમારો ૩પ હજારી વધુ બોટો દ્વારા દરિયામાં ૮ થી ૧ર દિવસ સુધી મધ્ય સમુદ્રમાં રહે છે. તેમની બીમારી સમયે ઇમરજન્સી મેડિકલની સેવાઓની જરૂર પડે છે. આ માટે ૭ મોટા માછીમાર બંદરોને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. બોટમાં ૧ કેપ્ટન, ૩ સહાયક કર્મચારીઓ અને તાલીમબધ્ધ ૧ ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન સહિત પ સભ્યોની ટીમ ર૪ કલાક કાર્યરત રહેશે.  આ સો પ૮પ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત બની છે. વર્ષ ર૦૧૮-૧૯ માં વધારાની નવી ૧રપ જેટલી એમ્બ્યુલન્સ મંજુર કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું હતું કે ૨૦૦૭માં આ ૧૦૮ ની સેવા કાર્યરત કરાઇ હતી. અત્યાર સુધી ૮૭ લાખી વધુ કોલ-ફરિયાદો એટેન્ડ કરીને ૭ લાખી વધુ લોકોની જીંદગી બચાવી છે.  અધ્યતન ટેકનોલોજીના માધ્યમી ગુણવત્તાસભર અને ત્વરિત આરોગ્ય સેવા વિસ્તૃત બનાવાઇ છે. નવી ૧૦ એમ્બ્યુલન્સ સો ર બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનારૂં ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર ડો. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ૧૦૮ની સેવાઓ આજે નવા માઇલસ્ટોન પ્રસપિત કરી રહી છે. અકસ્માતના સમયે ગોલ્ડન અવરમાં મળતી સારવાર મહત્વની છે ત્યારે ટેકનોલોજીના માધ્યમી સારવારને વ્યાપક બનાવવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી, ધારાસભ્ય બાબુભાઇ જે. પટેલ, નેશનલ હેલ્થ મિશનના ડિરેકટર ડો. ગૌરવ દહીયા, જીવીકેના ઈએમઆરટીના ડાયરેકટર કે. ક્રિશ્ચિયન રાજુ વગેરે ઉપસ્તિ રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.