Abtak Media Google News

બુધવારે સાંબેલાધારે ૭ ઈંચ સુધી વરસાદ પડયા બાદ સવારી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ: સૌરાષ્ટ્રમાં લાઠીમાં ૩ ઈંચ, થાન-તાલાલા-સાવરકુંડલામાં ૨ ઈંચ, જામકંડોરણામાં ૧॥ જસદણ-લાલપુર-કોડીનાર, સુત્રાપાડા-ઉના-ગારીયાધાર અને રાણપુરમાં ૧ ઈંચ વરસાદ

Advertisement

દક્ષિણ ગુજરાતમાં બુધવારે અડધાથી લઈ સાત ઈંચ સુધી વરસાદ વરસ્યા બાદ આજે સવારી દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાના ૮૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મનમુકી વરસી પડયા હતા. નવસારી જિલ્લાના ચીખલીમાં ૧૦૦ મીમી, જલાલપોરમાં ૮૬ મીમી, ખેરગામમાં ૮૦ મીમી, નવસારીમાં ૭૪ મીમી, વાસંદામાં ૧૮૦ મીમી, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૫૩ મીમી, કપરાડામાં ૬૭ મીમી, પારડીમાં ૫૧ મીમી, ઉમરગામમાં ૨૮ મીમી, વલસાડ શહેરમાં ૩૯ મીમી,વાપીમાં ૪૨ મીમી, ડાંગ જિલ્લાના ડાંગ શહેરમાં ૯૧ મીમી, સુબીરમાં ૪૭ મીમી, વઘઈમાં ૮૫ મીમી, સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૨૨ મીમી, કામરેજમાં ૬૬ મીમી, મહુવામાં ૭૩ મીમી, પલાસણામાં ૫૪ મીમી, સુરત શહેરમાં ૨૭ મીમી, તાપીના નિજારમાં ૫૯ મીમી, સોનગઢમાં ૧૦૧ મીમી, ઉછાલમાં ૬૨ મીમી, વાલોદમાં ૪૮ મીમી, વ્યારામાં ૨૨ મીમી, નર્મદા જિલ્લાના સાગબારામાં ૮૬ મીમી જ્યારે ભરૂચ શહેરમાં ૨૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું.

સૌરાષ્ટ્રમાં પણ બુધવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગીર-સોમના જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડયો હતો જેમાં કોડીનારમાં ૩૨ મીમી, સુત્રાપાડામાં ૨૯ મીમી, તાલાલામાં ૫૬ મીમી, ઉનામાં ૨૩ મીમી, અમરેલીના ખાંભામાં ૬૭ મીમી, સાવરકુંડલામાં ૫૦ મીમી, ભાવનગરના ગારીયાધારમાં ૨૨મીમી, ઘોઘામાં ૨૦ મીમી, મહુવામાં ૧૫ મીમી, તળાજામાં ૧૮ મીમી, બોટાદના રાણપુરમાાં ૨૪ મીમી અને બોટાદ શહેરમાં ૧૫ મીમી, પોરબંદરમાં ૧૯ મીમી, જામનગરના લાલપુરમાં ૩૧ મીમી, રાજકોટના જામકંડોરણામાં ૩૫ મીમી, જસદણમાં ૨૮ મીમી, કોટડા સાંગાણીમાં ૧૨ મીમી, વિછીયામાં ૧૦ મીમી, સુરેન્દ્રનગરના ચોટીલામાં ૧૪ મીમી, ચુડામાં ૧૨ મીમી, થાનગઢમાં ૫૨ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં સવારી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ડાંગના આહવા અને વઘઈમાં સવારે ૨ કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડના કપરાડામાં ૨ ઈંચ અને નવસારીના ખેરગામ અને વાસંદામાં ૧ ઈંચ, તાપીના નિજારમાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં રવિ-સોમ સાર્વત્રીક વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું જે આગામી બે દિવસમાં લો-પ્રેશરમાં ફેરવાશે

દક્ષિણ ગુજરાત પર અને બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે આગામી ૪૮ કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બનશે જેની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી ૨૮ અને ૨૯ જુલાઈ દરમિયાન સાર્વત્રીક મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રવિવાર અને સોમવારે સાર્વત્રીક વરસાદની સંભાવના છે. જેમાં દરિયાકાંઠા વિસ્તાર અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.