Abtak Media Google News

પાંચ વર્ષથી અહી રહેતો હતો: સ્થાનિક પોલીસ અને એટીએસ દ્વારા આકરી ઢબે પૂછપરછ

કચ્છ પ્રાંતના ભ‚ચથી એક બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. અત્યારે તેની આકરી પૂછતાછ જારી છે. આ બાંગ્લાદેશી શખ્સ આતંકી સંગઠન આઈ.એસ. (ઈસ્લામિક સ્ટેટ) સાથે કનકટેડ છે કે નહી તે લારૂન પર પોલીસ તપાસ કરી રહી છે.

મિલિટરી ઈન્ટેલીજન્સની બાતમી પરથી ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે ભારતમાં ગેરકાયદે રહેતો બાંગ્લાદેશી નાગરિક આઝમ ફૂકીર ઉર્ફે કુટિસ ફૂકીરને ઝડપી લીધો છે. અધિકારીઓએ જણાવ્યુંં હતુ કે આ શખ્સ બાંગ્લાદેશમાં ખૂન કરીને ભાગેલો છે. પાંચ વર્ષ પહેલા ઈન્ડોબાંગ્લા સરહદેથી ભારતમાં ઘૂસી આવ્યો છે. તેણે પાંચ વર્ષ દરમિયાન શું શું ગતિવિધિ કરી તેનો નકચ્ચા ચીઠ્ઠાથ ખોલાશે. ભારતમાં ઘૂસવાનો તેનો શું મકસદ છે, શું તે આઈ.એસ. સાથે સંકળાયેલો છે, તેણે દેશની કોઈ ગુપ્ત માહિતી દૂશ્મન દેશને કે આતંકી જૂથને મોકલી છે? તેની પણ તપાસ થશે.

આઝમ ફૂકીરને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. એટીએસ અને સ્થાનિક પોલીસ તેની વધુ પુછતાછ કરવા માગે છે. તે થોડો સમય વીરમગામ, અમદાવાદમાં પણ રહ્યો હતો.

ગત ઓકટોબરમાં પણ ૩ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. આ બારામાં કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.