Abtak Media Google News

પુસ્તકો વાંચો અને સ્વસ્થ રહો

Book

                          માણસનો સૌથી સારો અને નજીકનો મિત્ર પુસ્તક કહેવાય છે. કેટલાંક લોકો માટે પુસ્તકો વાંચવા કંટાળાજનક લાગતાં હોય છે જ્યારે કેટલાંક લોકો એવા છે જેઓને પુસ્તકના થોડાં પાના વાંચ્યા વગર ઉંઘ જ નથી આવતી તેના માટે પુસ્તક વાંચવું એક નશાની માફક હોય છે. પુસ્તક વાંચવાથી આપણાં શરીરને અનેક લાભ થાય છે .

                           પહેલું તો આપણને સારી ઉંઘ આવવી, રાત્રે જો સારાં પુસ્તકો વાંચીને સૂવામાં આવે તો બીજો દિવસ ઉર્જાથી ભરેલો હોય છે. દરેક વ્યક્તિને દરરોજ અડધા કલાક માટે પુસ્તક વાંચવું જોઇએ. પુસ્તક વાંચવાથી તણાવ અને એકલતા દૂર થાય છે.

આજના સમયમાં બહુ ઓછા લોકો હોય છે જેને પુસ્તક વાંચવાનો શોખ હોય છે . મોબાઈલના વધુ પળતા ઉપયોગને કારણે બાળકોથી લઈને મોટી ઉમર સુધીના દરેક વ્યક્તિને વાંચનમાં રસ રહ્યો નથી પણ ઘણા એવા લોકો છે જેને બૂક વાંચવાનો શોખ હોય છે. રોજિંદા જીવનમાં વાંચન કરર્તા હોય છે અને તેનો લાભ તેને થતો હોય છે .
પુસ્તકો વાંચવાનો શોખ આનંદ અને ખુશી આપવાની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ મદદ કરે છે.

3333333

વાંચન કરવાના મુખ્ય ફાયદાઓ :

1. વાંચન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે 

જો તમે દરરોજ વાંચન કરો છો તે તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. પુસ્તકો વાંચવાનો મુખ્ય ફાયદો અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવી માનસિક વિકૃતિઓથી આપણને દૂર રાખે છે . વાંચન મગજને સક્રિય રાખે છે. આપણા શરીરના દરેક અંગને સ્વસ્થ રહેવા માટે કસરતની જરૂર હોય છે, અને તે જ આપણા મગજને પણ લાગુ પડે છે. વાંચન કરવાથી મગજને નિયમિત કસરત મળે છે અને તે સ્વસ્થ રહે છે.

2. તણાવ ઘટાડવા માટે સારી આદત

રોજિંદા જીવનમાં ચિંતાઓથી માણસ પરેશાન હોય છે ત્યારે પુસ્તકનો સહારો લેવામાં આવે તો તણાવ અને ચિંતા ઘટાડી શકાઈ છે . માણસનું મન ચંચળ હોવાથી સ્થિર થઈ શકે નહી. કોઈ પણ જગ્યાએ મન લાગતાં તેને વધુ સમય લાગે છે પણ જો એક વખત મન લાગી જાય તો ચિંતા ભુલાઈ જાય છે અને મન વાંચનમાં પોરવાઈ જાય છે .

3. જ્ઞાન, શબ્દભંડોળ અને યાદ શક્તિમાં વધારો

પુસ્તક વાંચવાથી જ્ઞાન , શબ્દભંડોળ અને યાદ શક્તિમાં વધારો થાય છે . જો તમારું શબ્દભંડોળ સારું હશે તો તમે વધુ સારું બોલી અને લખી શકશો. પુસ્તક વાંચવાથી તમારા જ્ઞાનમા વધારો થશે. તમને ઘણું નવું જાણવા મળશે અને જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરીને વાંચશો તો તે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરશે અને તમારી યાદ શક્તિમાં વધારો કરશે. વાંચન ધ્યાન કેન્દ્રિત કરવામાં અને લખવાની કળામાં મદદ રૂપ બને છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.