Abtak Media Google News

કારણ જોહરની અગામી ફિલ્મ રોકી ઓર રાની કી ઓપ્રેમ કહાની નું પોસ્ટર રીલીઝ થયું. પોસ્ટર એકદમ સુંદર છે પરંતુ એ પોસ્ટર અને એક ગુજરાતી ફિલ્મ દેવ ભૂમિ ના પોસ્ટરમાં ખુબજ સામ્યતાઓ છે, જેના કારણે કારણ જોહરની ફિલ્મનું પોસ્ટર એવી આશંકાઓ સાથે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યું છે.

Advertisement

બંને પોસ્ટર લગભગ એક સમાન જેવા જ છે એટલે કારણ જોહર મૌલીક ચૌહાણ અને ભૂમિકા બારોટની ફિલ્મ દેવ ભૂમિના પોસ્ટર થી પ્રેરીત થયી ને એવું પોસ્ટર બનાવ્યું છે કે એની ઉઠાંતરી કરી છે એ તો કારણ જોહર જ જાણે .
જ બંને પોસ્ટરની સરખામણી કરીએ તો બંનેની ડીઝાઇન , કલર કોમ્બીનેશન, કલાકારોનો ફોટો એન્ગલ, બધી એક સમાન જ છે. બંને પોસ્ટરમાં કલાકારોની જોડી એકદમ રોમાન્ટિક મૂડના પોઝ આપતી જોવા મળે છે. એ ઉપરાંત ગુજરાતી ફિલ્મ દેવ ભૂમિના પોસ્ટરમાં જે રિતે ફિલ્મનું નામ દર્શાવાયું છે એજ રીતે કારણ જોહરની ફિલ્મના પોસ્ટરમાં પણ અન્કારાયું છે. તો શું ખરેખર એક પ્રેરણા છે કે પછી ઉઠાંતરી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.