Abtak Media Google News

નબળા કામથી શહેરના અનેક વિસ્તારોના રસ્તા આખા ધોવાઈ ગયા

સતત વરસાદને લીધે રસ્તા ધોવાયા: ખાડા બુરવાનું તંત્રને સુઝતું નથી

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગત સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે સમગ્ર શહેરના રસ્તાઓનું ધોવાણ થવા પામ્યું છે. શહેરના રસ્તાઓમાં ઠેર- ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે.  રણજીતનગર વિસ્તારનો રોડ મગરમચ્ની પીઠ જેવો બનીગયો છે આ વિસ્તારના રહેવસીઓ જણાવેછે કે વરસાદ પડે ઍટલે અહી દરવર્ષે રસ્તાની હાલત બિસ્માર થાય જાય છે પરંતુ આવર્ષે અતિભારે વરસાદના પગલે બિસ્માર માર્ગના કારણે વડીલોને તેમજ મહિલાઓ  બાળકોને અહીથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

સાધના કોલોની વિસ્તારમાં પણ રસ્તાઓ પર રબડી અને ગારા-કીચડનું સામ્રાજ્ય છે, સાધના કોલોની, નંદનવન પાર્ક, જાડેશ્વર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસદના કારણે રસ્તાઓ પર ખાડા અને રબડી જોવા મળે છે. સાધના કોલોની જલારામ મંદિરનો રોડ તેમજ મુખ્ય મંત્રી આવાસ રોડ પર રબડીરાજ છે તેમ અહીના રહેવાસીઓ જણાવે છે.

Dsc 0624

શહેરના દિગ્વિજય પ્લોટ ૪૯ રોડ પરપણ વરસાદ પછી ખાડા- ખબડા થાય ગયા છે તેમ અહીના રહેવાસીઓ જણાવે છે અને વધુમાં જણાવે છે કે પ્રતિવર્ષ અહી વરસાદ બાદ આ પ્રકારની રોડમાં  ખડા  ખબડાની તકલીફ થાય છે પરંતુ સત્તાધીશોને કઈ પડી નથી અમો અનેક વખત રોડને લગતા કામોની  રજૂઆત કરી છે. અહીની સ્થિતિ જેવી હતી તેવી જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ વરસાદ બાદ સમગ્ર હાલારમાં તેમજ શહેરી વિસ્તારોમાં રસ્તાઓની હાલત આત્યંત ખરાબ થાય છે પરંતુ સત્તાધીસોને રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે તેવો કોઈ અહેસાસ થતો નથી કંઈ રીપેરીંગ કરાવ્યા નથી. શહેરના અનેક વિસ્તારમાં રસ્તા આવ્યા ધોવાઈ ગયા છે. તેમ છતાં તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું નથી સમગ્ર શહેર ખાડા નગર બની ગયું હોય તેવું શહેરી જનો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.