Abtak Media Google News

રાજકોટની રંગીન મીજાની ખાવાપીવાની શોખીન પ્રજાની લાગણીનો લાભ લેવા શહેરમાં ખાણીપીણીનો ધંધો પુરબહાર પર ખીલ્યો છે. પણ બજારમાં ઘુમ મચાવતી વસ્તુઓ માં ગુણવતા કેટલી તેની પરવા કોઇ કરતું નથી.

મનપા ફુડ વિભાગ દ્વારા કરેલી તપાસમાં “ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા”, હાથીખાના શેરી નં.13, “રામનાથ કૃપા”, રાજકોટ મુકામેથી ઈશ્વરભાઈ લાલજીભાઇ કાકુ પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મીઠી ચટણી (પ્રિપેર્ડ -લુઝ)” નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલ્લોની હાજરી હોવાને કારણે નમૂનો  ભેળસેળ યુકત જાહેર થયેલ છે. તેની  કાર્યવાહી કરવામાં આવશે.

મનપાના ફુડ વિભાગની ચકાસણી સામે અનેક ધંધાર્થીઓ વગર લાયન્સે વેપલો કરતા હોવાના ધડાકોે

Ishwarbhai Ghughrawala'S Sweet Chutney Bursts The Pot Of Chemical Abuse
Ishwarbhai Ghughrawala’s sweet chutney bursts the pot of chemical abuse

આ ઉપરાંત     ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે -માંડા ડુંગર, વિમલનગર ચોક, એ.જી. ચોક- હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 20 ધંધાર્થિઓ પાસે લાઇસન્સ ન હતું.

ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે -માંડા ડુંગર, વિમલનગર ચોક, એ.જી. ચોક- હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ધ્રુવ ફાસ્ટ ફૂડ ,બાલાજી ચાઇનીઝ પંજાબી, માં ચામુંડા ફરસાણ , રોનક પાઉંભાજી -, બાલાજી વડાપાઉં -, ક્રિષ્ના પાણીપુરી સેન્ટર , મહાદેવ સ્પ્રિંગ પોટેટો , ગોકુલ ગાંઠિયા , શુભમ ડેરી , જય ભગીરથ ઘૂઘરા , મોગલ ગાંઠિયા ,બાપા સીતારામ હોટલ -, રુચિત ફેન્સી ઢોસા , સતનામ ફાસ્ટફૂડ , બાલાજી છોલે ભટુરે, જય બાલાજી કચ્છી દાબેલી , મોહિત ચાઇનીઝ પંજાબી ,મહાદેવ ગુજરાતી થાળી , ઉસ્તાદ લાઈવ ચાઇનીઝ પંજાબી , ક્રિષ્ના દાળપકવાન પાસે લાયસન્સ ન હોવાનું હોવાની લાયસન્સ મેળવવા તાકીદ કરી હતી.

તથા  જ્યોતિ ફરસાણ, ડીલેક્ષ દાળપકવાન  ઘૂઘરા, ગણેશ મદ્રાસ કાફે ,રેનીશ સમોસા  દાળપકવાન, ,યોગી ફરસાણ માર્ટ, યશ ફરસાણ માર્ટ ,જય માતાજી ચામુંડા ફરસાણ, શ્રી બાલમુકુન્દ ફરસાણ,શ્રીજી ગોગળી  ભજીયા, ,રાધેકૃષ્ણ ફરસાણ,,જલારામ ફરસાણ, ,શ્રીનાથજી ફરસાણ,ઘનશ્યામ ડેરી ફામર્, ઉમિયા ખમણ  ફરસાણ, ઉમિયાજી ફરસાણ,જય લક્ષ્મી ચાઇનીઝ પંજાબી અને અતુલ આઇસ્ક્રીમની ચકાસણી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત મિક્સ દૂધ (લુઝ) ન્યુ કનૈયા ડેરી ફાર્મ,  જય કિશાન ડેરી ફાર્મ, નંદા હોલ સામે, કોઠારીયા મેઇન રોડ રાજકોટ. અ ને મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ન્યુ કૈલાશ ડેરી ફાર્મ, લક્ષ્મીનગર મેઇન રોડ, નાના મૈવા રોડ, ત્રિશૂલ ચોક, રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.