Abtak Media Google News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે વર્ષ પૂર્વે લેવાયેલ પરીક્ષાના આશરે ૩૦૦૦ હજાર ઉમેદવારોની કારકીર્દી માટે ઉચ્ચ કક્ષાએ માંગ

ગુજરાત ગૌ.મંડળ દ્વારા વર્ષ ૨૦૧૯માં  લેવામાં આવેલી આઇટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની ભરતી સત્વરે પૂર્ણ કરવા ટિમ ગબ્બરની દ્વારા  વિસાવદર તા.ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા,નયન ભાઈ જોષી એડવોકેટ અને ધર્મેશ કાનાણીએ અધ્યક્ષ, સચિવ,

Advertisement

નાયબ સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી વિગેરેને લેખિત રજુવાત કરી જણાવેલ છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ આઇટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની કુલ ૨૩૬૭ જગ્યાઓ માટે અલગ અલગ ૧૩ સંવર્ગ ને અંતર્ગત ૨૦૧૯માં અરજીઓ મંગાવેલ હતી.જેની પરીક્ષાના પરિણામને અંતે કુલ ભરતીના ત્રણ ગણા ઉમેદવારો અંદાજે ૭૧૦૦ ઉમેદવારોને કોમ્પ્યુ.પ્રોફિ.ટેસ્ટ (CPT) માટે જાન્યુઆરી-૨૦૨૦ માં બોલાવેલ હતા.

CPT ના પરિણામ પછી કુલ ૧.૫ગણા ઉમેદવારોને ઉત્તીર્ણ કરેલા.આ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મંડળ ખાતે રૂબરૂમાં બોલાવેલ.અને ૧૩ સંવર્ગમાંથી માં ૫ સંવર્ગના અંતિમ પરિણામ જાહેર કરી ને મંડળ દ્વારા વિભાગને યાદી મોકલેલ છે.પરંતુ ૮ સંવર્ગના અંતિમ પરિણામ ૫ મહિના થઈ ગયેલ હોવા છતા મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નથી.જેમાં કુલ ૧.૫ ગણા ઉમેદવાર લેખે ૩૦૦૦ થી વધુ.ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ટીમ ગબ્બર સામાન્ય નાગરિક ને થતી હાલાકી માટે સતત સક્રિય રહે છે.આથી આ ભરતીમાં પોતાની મહેનત થી પાસ થઈને,મેરિટમાં આવેલ સાચા ઉમેદવારો તથા જેમની પાસે ખરેખર સાચા અનુભવનું પ્રમાણપત્ર છે તેવા ઉમેદવારો તરફથી ટિમ ગબ્બર ને રજુઆતો કરવામાં આવી છે કે મંડળ એક એક ઉમેદવારના અનુભવનું પ્રમાણપત્ર જે-તે કંપનીમાં ઈ-મેઈલ, ટેલિફોનિક સંપર્ક તથા રૂબરૂ મુલાકાત કરીને ચકાસણી કરી રહી છે જે એક અવિરત ચાલતી પ્રક્રીયાં છે.

આવા ઉમેદવારો દ્વારા અમારી ટિમ ગબ્બર ને એવી રજુઆત કરવામાં આવી રહી છે કે, કોરોના મહામારીમાં કેટલાંક ઉમેદવારોની પોતાની ખાનગી નોકરી છુટી ગયેલછે તો કેટલાંક ઉમેદવારો એ પોતાની અગાઉની નોકરી છોડીને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલ  હતી.આથી,આવા ઉમેદવારો હતાશ અને નિરાશ થઇ ગયેલ છે,તેઓ માનસિક અને આર્થિક રીતે તૂટી ગયેલ છે.ટીમ ગબ્બર તેવા ઉમેદવારોની લાગણી સમજે છે અને સાચા ઉમેદવારો હેરાન ન થાય અને અમારી સંવેદના તેવા ઉમેદવારો ની સાથે છે.

અમારી જાણમાં છે કે,સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે સમયનું કેટલું મુલ્ય છે એ આપણે સૌ જાણીએ છીએ.તેમની માનસિક પરિસ્થિતિ ને આપણે સૌ કોઈએ સમજવાની જરૂર છે.આથી આપને જાણ થાય કે અનુભવનાં પ્રમાણપત્રની ચકાસણીમાં ટીમ ગબ્બર તરફથી વિદ્યાર્થી ના હિતમાં સાચા અનુભવ ધરાવતાં ઉમેદવારો તરફથી રજુઆત કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લઈને ૧ મહીનાની અંદર તમામ આખરી પરિણામ જાહેર કરવામાં આવે.

જેથી ૨૩૬૭ ઉમેદવારો પોતાની કારકિર્દી બનાવી શકે અને બીજા કેટલાંક ઉમેદવારોની અનિશ્ચિતતા દૂર થઈ શકે.અને તાત્કાલિક અસરથી સદર ભરતી પૂર્ણ કરી નિયમ મુજબ દરેક સફળ ઉમેદવારો ને પોતાની જગ્યા પર નોકરી કરવા આદેશ આપવામાં આવે. અને બેરોજગાર યુવાનો માટે ટીમ ગબ્બર ની આ રજુવાત યોગ્ય કચેરી /અધિકારી ને પહોંચાડી ટીમ ગબ્બર ની રજુઆત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.