Abtak Media Google News

બી 12ની ઉણપથી પેટમાં દુ:ખાવો, મેમરી લોસ, હૃદયના ધબકારા વધવા અને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યાઓ ઊભી થતી હોય છે

લોકો સ્વસ્થ રહે તે માટે કુદરતે સંપૂર્ણ આહાર ની રચના કરી છે પરંતુ લોકોની ઈચ્છા શક્તિ અને લોકો મેં જે વૃતિ છે તેના કારણે તેઓએ ગંભીર બીમારીનો ભોગ બનવું પડતું હોય છે ત્યારે દરેક લોકોએ પૂરતા પ્રમાણમાં વિટામીન ,પ્રોટીન સહિતની વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે. હાલની સાંપ્રત પરિસ્થિતિ માં લોકો વિટામિન બી 12ની ઉણપથી પીડાઈ રહ્યા છે. કારણકે લોકો લીલા શાકભાજી દૂધ ફળ કે જેમાં વિટામીન બી 12 હોય તે લેવાનું સેવન નથી કરતા, તમે તેઓએ ઘણી ખરી તકલીફોથી જુદું પડે છે જેમાં પેટના રોગ,  મેમરી લોસ થવો,  હૃદયના ધબકારા વધવા અને શ્વાસ લેવામાં તકલીફ સહિતની પીડાઓ વેઠવી પડતી હોય છે.

ડોક્ટરોનું માનવું છે કે આ તકલીફ આગામી સમયમાં ઊભી ન થાય તેના માટે લોકોએ સંતુલિત આહાર લેવું ખૂબ જ જરૂરી છે. એ લોકો એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે વિટામીન બી12 ની ઉણપ જ્ઞાનતંતુઓ ને પણ અસર પહોંચાડતું હોય છે. તકલીફ માત્ર કોઈ એક કે જૂજ લોકોમાં નહીં પરંતુ દરેક લોકોમાં જોવા મળી રહી છે કારણ કે તેઓ નો આહાર બદલાઈ ગયો હોવાથી જે સંતુલિત આહાર મળવો જોઈએ શરીરને તે મળી શકતો નથી અને પરિણામે તેઓએ આ ગંભીર તકલીફો માંથી પસાર થવું પડતું હોય છે અને જો નિયત સમયમાં તેનો ઇલાજ કરવામાં ન આવે તો લાંબા ગાળે ખૂબ મોટી ગંભીર બિમારીઓથી પણ જૂજવું પડે છે.

આ અંગે અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં એ વાતની પુષ્ટિ થાય છે કે 60 વર્ષથી વધુના લોકોમાં આ ઉણપ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે કારણ કે તેમના ખોરાકમાં જે અસંતુલિત થતા આવે છે પરિણામે આ ઊણપ ઊભી થતી હોય છે. પણ ઉભી ન થાય તે માટે તબીબોનું માનવું છે કે જો લોકો સંતુલિત આહાર લેતા થાય અને યોગ્ય વ્યાયામ કરે અને પોતાના શરીરને શ્રમ આપે તો તેઓને લાંબા ગાળે પણ આ બીમારી થતી નથી અને તેઓ સ્વસ્થ જીવન જીવી શકે છે માત્ર જરૂર છે લોકોની જાગૃતતાની અને યોગ્ય ખોરાક લેવાની. હાલ લોકો બહારનો ખોરાક લેવાનું વધુ પસંદ કરતાં હોય છે જેમાં ફેટનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળતું હોય છે જે ખરાઅર્થમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે. બીજી તરફ આજના યુવાનોને પણ શાકભાજી ખાવા માટે અરુચિ જોવા મળે છે જે ખરા અર્થમાં ન થવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.