Abtak Media Google News

ગણપતિ વિસર્જન અંગે અનેક મત-મતાંતર

મહાભારતના યુઘ્ધનું વર્ણન વેદવ્યાસજીએ કર્યુ હતું અને ગણપતિજીએ લખ્યું હતું

ભાદરવા સુદ-૪ થી ૧૪ આમ દસ દિવસ સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવને ધામધમથી ઉજવવામાં આવે છે. શહેર અને ગામડાઓની શેરી, ગલી તેમજ મુખ્ય માર્ગો પર ઉભા કરવામાં આવેલ પંડાલથી લઇ લોકોના ઘર, ઓફીસ, ફેકટરીઓમાં ગણપતિબાપાનું એક, ત્રણ, પાંચ, સાત કે નવ દિવસ સુધી સ્થાપન કર્યા બાદ તેનું નદી, તળાવ કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. તર્કશાસ્ત્રના માહિર એવા ઘણા લોકો સ્થાપન કરવામાં આવેલ મૂર્તિનું વિસર્જન ન કરવા બાબતે પોતાની બુઘ્ધિ-ચાતુર્યથી વાતો સંભળાવી લોકોને ભ્રમિત કરતા હોવાનું પણ અનેક આચાર્યો દ્વારા સાંભળવામાં આવે છે. પરંતુ ગણપતિ વિસર્જન અંગે અનેક (મત-મતાંતરો) લોકવાયકાઓની એકાદ વાતને ટુંકમાં જોઇએ.

કુરૂક્ષેત્રના મેદાનમાં થયેલ મહાભારતના યુઘ્ધનું વર્ણન લખવા માટે બ્રહ્માજી અને વેદ વ્યાસજી વચ્ચે થયેલ વાતચીત અનુસાર મહાભારતના યુઘ્ધનું વર્પન લખવા માટે

Advertisement

વેદ વ્યાસજીએ તૈયારી બતાવી હતી પરંતુ વ્યાસજીએ એવું પણ કહ્યું કે હું મહાભારતના યુઘ્ધનું વર્ણન કહેતો જાઉ એ પણ અકકયા વગર, પરંતુ આ વર્ણન લખનાર પણ અવિરત અટકયા વગર લખ્યા જ કરે તેવું કોણ? આખરે મહાભારતના યુઘ્ધનું વર્ણન લખવા માટે ગણપતિજીએ સંમતિ દર્શાવતા જ વ્યાસજી આનંદીત થયા હતા.

ગણપતિજી અને વ્યાસજીએ આશન ગ્રહણ કર્યુ અને વ્યાસજી વર્પન રજૂ કરતાં જાય અને ગણેશજી લખતા જાય આમ અવિરત પણે લખાણ લખતા ગણપતિજીને એટલો તો તાણ લાગ્યો કે આખું શરીર ત્રાંબા વર્ણુ થવા લાગ્યું વ્યાસજીએ ગણપતિનું આ રૂપ જોઇ આખરે પાસે પડેલી માટીમાં પાણી નાખી માટીનો માવો બનાવી ગણપતિજીના આખા શરીરે લગાવી દીધો આમ નવ દિવસ સુધી ગણપતિજી મહાભારતના યુઘ્ધનું વર્ણન લખતા જાય અને વ્યાસજી બોલતા બોલતા ગણપતિજીના શરીરમાં માટી સુકાય કે તુરંત તેના પર માટીનો માવો લગાવતા જાય… આખરે મહાભારત યુઘ્ધનું વર્ણન લખવાનું પુરૂ થયું ત્યારે સતત નવ દિવસ સુધી માટીના માવાનો પર લગાવતા વ્યાસજીએ માટીને શરીર પરથી ઉખેડવા માટે પાણીનો અભિષેક શરુ કર્યો જેથી ધીમે ધીમે ગણપતિજીના શરીર ઉપર રહેલી તમામ માટીનું વિસર્જન થયું હતું. આમ નવ દિવસ ગણપતિ મહારાજનું સ્થાપન કર્યા પછી વિસર્જનની પરંપરા કદાચ ત્યારથી જ આવી હશે તેવું અનેક કર્મકાંડી આચાર્યોનું મંતવ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.