Abtak Media Google News

લાઇફ બ્લડ સેન્ટર પઘ્ધતિથી રકત ચકાસણી ગુજરાતની પ્રથમ અને દેશની નવમી બ્લડ બેંક: ડો. સંજીવ નંદાણીએ અબતક સાથેની મુલાકાતમાં આપી વિગતો

દર્દીની મહત્તમ સલામતી માટે લાઇફ બ્લડ સેન્ટર દ્વારા જેવું અઘતન રકતપરીક્ષણ કરતું ઉપરકરણ વસાવવામાં આવ્યું છે અને તેનાં સારા પરિણામો મળી રહ્યા છે. ગુજરાતની ૧૪પ બ્લડ બેન્કોમાથી લાઇફ બ્લડ સેન્ટર ટેસ્ટીંગ અપનાવનાર પ્રથમ બ્લડ સેન્ટર અને દેશની ૨૭૪૨ બ્લડ બેંકોમાં નવમું બ્લડ સેન્ટર છે.

દેશમાં રોજ અનેક લોકોને રકતની જરુર પડતી હોય છે. આવા કોઇ દર્દીને રકત ચડાવતા એચઆઇવી (એઇડસ), હિપેટાઇટિંગ બી, અને હિપેટાઇટિસ સી નો ભયંકર ચેપ ન લાગે તેવા ઉમદા હેતુથી ભારત સરકાર દેશની બધી બ્લડ બેંકોમાં (ઇન્ડિજિયુઅલ ડોનર ન્યુકિલક એસિડ ટેસ્ટ) ટેસ્ટીંગ પઘ્ધતિ ફરજીયાત કરવાનું વિચારે છે તેવું પણ જાણવા મળ્યું છે.

આજરોજ આ અબતક શુભેચ્છા મુલાકાતે આવેલા લાઇફ બ્લડ સેન્ટરના માનદ મેડીકલ ડિરેકટર ડો. સંજીવ નંદાણીએ જણાવ્યું હતું કે રકત ચડાવતા લાગેલા ચેપને કારણે થયેલા રોગથી મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિ જોતા સલામત રકતનું ટેસ્ટીંગ કરતી ટેસ્ટીંગ પઘ્ધતિ વહેલી તકે ફરજીયાત કરવી જોઇએ.

તેમણે કહ્યું હતું કે, પઘ્ધતિ અપનાવનાર લાઇફ બ્લડ સેન્ટરે છેલ્લા એક વર્ષમાં અનેક વ્યકિતઓને બ્લડ ટ્રાન્સ્ફયુઝન સમયે લાગતા કમળા અને એચઆઇવીનાં ચેપથી બચાવવામાં આવ્યા છે.

રકતના નમૂના લીધા પછી તેની પઘ્ધતિ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જુની પરંપરાગત પઘ્ધતિ પરીક્ષણ કરવામાં આવે તો કમળા કે એચઆઇવીના વાયરસને ઝડપથી ઓળખી શકાતા નથી અને જેથી જે દર્દીને રકત ચડાવવામાં આવે તો તેને ચેપ લાગવાનો ભયરહે છે પરંતુ દ્વારા ચકાસાયેલું રકત ચડાવવાથી ચેપ લાગતો નથી.

લાઇફ બ્લડ સેન્ટર દ્વારા પઘ્ધતિ અપનાવ્યાના બાર માસમાં જ સાત હજાર જેટલા રકતનાં નમૂના ચકાસવામાં આવ્યા હતા અને તેમાંથી ચાર નમૂનામાં હિપેટાઇટિસ-બીના વાયરસ જોવા માળ્યા હતા.

ડો. સંજીવ નંદાણીનાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે દરેક યુનિટ રકતને પ્લેટલેટસ પ્લાઝમા અને લાલ રકતકણમાં વિભાજીત કરવામાં આવે છે. આ રીતે રકતના ત્રણ નમૂનામાં ચેપી વાયરસ જોવા મળતા તેનો ૯ વ્યકિતઓને ચેપ લાગી તેમ હતો પરંતુ અત્યાધુનિક પઘ્ધતિને કારણે આ ચેપથી દર્દીઅન બચાવી શકાયા છે.

રાજકોટની અનેક હોસ્પિટલો ડોકટરો અને ક્ધસલ્ટંટ વગેરેને રકતનાં પરીક્ષણ માટેની પઘ્ધતિનું મહત્વ સમજાયુ છે. અને તેઓ દર્દીઓને આ અંગે માર્ગદર્શન પણ આપે છે. આ પ્રકારની જાગૃતિને કારણે જ લાઇફ બ્લડ સેન્ટર એક આંતરરાષ્ટ્રીય સ્તરની બ્લડ બેંક બની છે.લાઇફ બ્લડ સેન્ટરે છેલ્લા ૧ વર્ષમા: ૭૫૦૦ યુનિટ રકત પઘ્ધતિથી ચકાસેલું રકત દર્દીઓના કલ્યાણ માટે આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.